Home /News /national-international /લખનઉ: વરમાળા દરમિયાન લગ્નમંડપમાં દુલ્હનને આવ્યો અચાનક હાર્ટ અટેક, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

લખનઉ: વરમાળા દરમિયાન લગ્નમંડપમાં દુલ્હનને આવ્યો અચાનક હાર્ટ અટેક, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

લગ્નમંડપમાં દુલ્હનને અચાનક આવ્યો હાર્ટ અટેક અને સોપો પડી ગયો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મલિહાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભદવના ગામમાં શુક્રવારે એક લગ્ન સમારંભમાં એવી ઘટના ઘટી, જેનાથી ખુશીનો આ પ્રસંગમાં માતમ છવાયો હતો.

    લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના મલિહાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભદવના ગામમાં શુક્રવારે એક લગ્ન સમારંભમાં એવી ઘટના ઘટી, જેનાથી ખુશીનો આ પ્રસંગમાં માતમ છવાયો હતો. અહીં જયમાલા દરમિયાન સંદિગ્ધ હાલતમાં ઢળી પડેલી દુલ્હનનું મોત થઈ ગયું હતું. વરમાળા દરમિયાન સ્ટેજ પર દુલ્હન શિવાંગી અચાનક ચક્કર ખાઈને પડી ગઈ હતી. તાત્કાલિક તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી. ડોક્ટરે શિવાંગીને મૃત જાહેર કરી હતી.

    આ પણ વાંચો: પુડુચેરી: મોર્નિંગ વૉક પર નિકળેલી પ્રખ્યાત મંદિરની હાથિણીને હાર્ટ અટેક આવતા મોત થયું, શોકમાં ડૂબ્યા લોકો

    મોત બાદ બંને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. શનિવારે સવારે પરિવારે પોલીસને સૂચના આપ્યા વિના જ લાશના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. શિવાંગીનું સ્ટેજ પર મોત બાદ ગામમાં ગમનો માહોલ છવાયો હતો. ગામ લોકોમાં ચર્ચા છે કે, શિવાંગીનું મોત હાર્ટ અટેકથી થયું છે.

    પ્રાપ્ત જાણકાર અનુસાર, ભદવના ગામ નિવાસી રાજપાલ શર્માની દીકરી શિવાંગીના લગ્ન બુદ્ધેશ્વર નિવાસી વિવેક સાથે નક્કી થયા હતા. વિવેક શુક્રવારે જાન લઈને શિવાંગીને પરણવા પહોંચ્યા હતો. વાજતે ગાજતે જાનનું સ્વાગત થયું અને બાકીની વિધિ પુરી થઈ. ત્યાર બાદ વરમાળાનો કાર્યક્રમ થયો અને વર વધુને સ્ટેજ પર બોલાવ્યા. બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી. આ તમામની વચ્ચે શિવાંગ જેવી ખુરશી પર બેસવા ગઈ તો, ચક્કર ખાઈને સ્ટેજ પર પડી ગઈ. ત્યાર બાદ તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે હાર્ટ અટેકની આશંકા વ્યક્ત કરતા મેડિકલ કોલેજ મોકલી દીધી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી હતી.

    જાનૈયા પણ અંતિમ સંસ્કારમાં જોડાયા


    દુલ્હન બનેલી શિવાંગીનું અચાનક થયેલા મોતથી પરિવાર અને જાનૈયામાં માતમ છવાઈ ગયો હતો. ત્યાર બાદ જૈનયા, માંડવીયાઓએ મળીને શિવાંગીની અંતિમ યાત્રામાં શામેલ થયા હતા. શિવાગીના મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો. કોઈને પણ સમજાયું નહીં કે આવું કઈ રીતે થયું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Lucknow

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन