દારૂલ ઉલૂમ દેવબંધે વિદ્યાર્થીઓને આપી સલાહ- ગણતંત્ર દિવસે ટ્રેનમાં સફર ન કરો

આ નિર્દેશ દારૂલ ઉલૂમના હોસ્ટેલના પ્રભારી દ્વારા આપવામાં આવ્યો છે.

આ નિર્દેશ દારૂલ ઉલૂમના હોસ્ટેલના પ્રભારી દ્વારા આપવામાં આવ્યો છે.

 • Share this:
  ગણતંત્ર દિવને ધ્યાનમાં રાખી દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના દારૂલ ઉલૂમ દેવબંધે ગણતંત્ર દિવસ પહેલા એક નિર્દેશ જાહેર કર્યો છે. દેવબંધે તમામ વિદ્યાર્થીઓને ગણતંત્રના દિવસે ટ્રેનમાં સફર ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્દેશ દારૂલ ઉલૂમના હોસ્ટેલના પ્રભારી દ્વારા આપવામાં આવ્યો છે.

  દેવબંધે નિર્દેશ આપ્યો છે કે, 26 જાન્યુઆરીના અવસરે તિરંગો લહેરાવ્યા બાદ તમામ વિદ્યાર્થી પોતાના દારૂલ ઉલૂમમાં પાછા આવી જશે અને ટ્રેનમાં સફર ન કરે. દારૂલ ઉલૂમના મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે, ગણતંત્ર દિવસ પર કેટલાક વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ફરવા જતા રહે છે. દેવબંધે તે તમામ વિદ્યાર્થીઓને સખત સલાહ આપી છે કે આ અવસર પર કોઈ જગ્યા પર સફર ન કરે અને તો પણ જો જરૂર હોય તો, પહેલા દારૂલ ઉલૂમને જાણ કરે, કેમ કે આ દિવસે ખુબ ચેકિંગ થતી હોય છે અને કોઈ કારણ વગર પરેશાની ઉઠાવવી પડી શકે છે. આના કારણે ડર અને ભયનો માહોલ પેદા થાય છે.

  તેમણે કહ્યું કે, આ રીતે દુર્ઘટનાઓનો સામનો કરવો પડે, તેને ધ્યાનમાં રાખી દારૂલ ઉલૂમે તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે. દેવબંધે કહ્યું કે, આ સમયે જો કોઈ વિદ્યાર્થી સફર કરે તો કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડે, સહજતાથી કામ લે અને સફર પુરી કર્યા બાદ જ્યાં ત્યાં ન જઈ સીધા યૂનિવર્સિટી દારૂલ ઉલૂમમાં પાછા આવે.
  Published by:kiran mehta
  First published: