Home /News /national-international /રાહુલ ગાંધી લખનઉ પહોંચતા જ કોંગ્રેસીઓએ લગાવ્યા મુર્દાબાદના નારા

રાહુલ ગાંધી લખનઉ પહોંચતા જ કોંગ્રેસીઓએ લગાવ્યા મુર્દાબાદના નારા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો સોમવારે લખનઉ એરપોર્ટ પર જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરોએ મુર્દાબાદના નારા લગાવી રાહુલ ગાંધીનો ઘેરાવ કર્યો હતો. કાર્યકર્તાઓએ પૈસા વહેંચી ટિકિટ આપવાનો આરોપ પણ લગાવ્યો. બાદમાં રાહુલ ગાંધીએ કાર્યવાહીનું આશ્વાસન આપી જેમ-તેમ કરી બધાને શાંત પાડ્યા અને પછી અમેઠી જવા રવાના થયા.

જેવી, રાહુલ ગાંધીની ગાડી નીકળતા જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર અને પ્રમોદ તિવારીની ગાડી રોકી આક્રોશિત નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં દલાલોને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા જીતેન્દ્ર પાઠકે સભાસદ સુધીની ટિકિટ પણ પૈસા લઈ આપવાનો આરોપ લગાવી રાજબબ્બર અને પ્રમોદ તિવારીને ઘણું બધુ સંભળાયું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમેઠીના પ્રવાસ એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ ગયો છે. રાહુલ પોતાના બે દિવસના પ્રવાસ દરમ્યાન જીલ્લામાં એક રોડનું લોકાર્પણ કરવાના હતા, જેના પર સરકારી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીને થૌરી કોટવા સડક માર્ગનું લોકાર્પણ કરવાનું હતું. 5 કિમી લાંબા આ રસ્તાનો કર્ચ 3 કરોડ 30 લાખ છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી સોમવારે બે દિવસના પ્રવાસ પર પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા છે, જ્યાં તે સંસદ પંડમાંથી બનેલ કેટલીક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ સિવાય તે ખેડૂતોની સમસ્યાઓ સાંભળવાની સાથે તે જનસભા પણ કરશે.

આ પહેલા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ અમેઠીનો પ્રવાસ કરી ચુકી છે. રાહુલના સાથે જ સોનિયા ગાંધી પણ પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચી રહ્યા છે. સોનિયા ગાંધી અગામી 17 એપ્રિલે રાયબરેલી પ્રવાસે જશે અને પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
First published:

Tags: Congress workers, Front, Lucknow, Protest, ઉત્તર પ્રદેશ, રાહુલ ગાંધી