CM યોગી આદિત્યનાથ પિતાના અંતિમ દર્શનમાં નહીં રહે હાજર, આપ્યું આ કારણ

News18 Gujarati
Updated: April 20, 2020, 3:07 PM IST
CM યોગી આદિત્યનાથ પિતાના અંતિમ દર્શનમાં  નહીં રહે હાજર, આપ્યું આ કારણ
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર

CM યોગી આદિત્યનાથે લોકડાઉન પછી દર્શન માટે આવવાની વાત જણાવી છે.

  • Share this:
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adiyanath) કોરોના મહામારી (Coronavirus) અને લોકડાઉનન વચ્ચે તેમના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી નહીં આપે છે. સાથે જ તેમના અંતિમ દર્શન કરવા પણ નહીં જાય. આ વાતની જાણકારી યોગી આદિત્યનાથે પોતે આપી છે. 21 એપ્રિલના રોજ હરિદ્વારમાં તેમના પિતાના અંતિમ સંસ્કાર થશે. વધુમાં તેમણે તેમની માતાને અને અન્ય પરિવારજનોને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા લોકોને બોલાવે અને લોકડાઉનના નિયમોનું પાલન કરે. વધુમાં યોગી આદિત્યનાથે લોકડાઉન પૂર્ણ થતા દર્શક કરવા આવવાની વાત જણાવી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પત્ર લખને આ અંગે તેમના પરિવારને જાણકારી આપી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે "કૈલાશનિવાસી પૂજ્ય પિતાજીની મૃત્યુથી હું શોકગ્રસ્ત થયો છું. તે મારા પૂર્વાશ્રમના જન્મદાતા હતા. જીવનમાં પ્રામાણિકતા, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવ માટે સમર્પિત ભાવ સાથે કાર્ય કરવાના સંસ્કાર તેમણે મને નાનપણમાં આપ્યા છે. અંતિમ ક્ષણોમાં તેમના દર્શન કરવાની હાર્દિક ઇચ્છા હતી. પણ વૈશ્વિક મહામારી કોરોનાવાયરસની સામે દેશની લડાઇ અને યુપીની 23 કરોડ જનતાના હિતમાં આગળ વધતા કર્તવ્યબોધના કારણે હું આ ના કરી શક્યો. કાલે 21 એપ્રિલે તેમના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં લોકડાઉનની સફળતા તથા મહામારી કોરોના વાયરસથી લડવાની રણનીતિના કારણે હું તેમાં ભાગ નહીં લઇ શકું. પૂજનીય માં, પૂર્વાશ્રમમાં મારાથી જોડાયેલા તમામ સદસ્યોને અપીલ છે કે લોકડાઉનના નિયમોનું પાલન કરીને ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં હાજર રહેજો. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ કોટિ વંદન કરતા હું વિનમ્ર શ્રદ્ધાજંલિ અર્પિત કરું છું. લોકડાઉન પછી દર્શન માટે આવીશ."

યોગી આદિત્યનાથનો પત્ર


ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું સોમવારે દિલ્હી સ્થિતિ અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થામાં નિધન થયું હતું. જે પછી તેમના પાર્થિવ દેહને તેમના ગામ પંજૂર લાવવાની તૈયારી થઇ રહી છે. અને 21 એપ્રિલના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
First published: April 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading