લખનઉઃ CM યોગી યોગ માટે તેમનાં પરંપરાગત વસ્ત્રો છોડી દેખાયા ટી-શર્ટમાં

 • Share this:
  લખનઉઃ આજે 21 જૂને આંતરરાષ્યટ્રી યોગ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ લખનઉના રાજભવનમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહની સાથે યોગી આદિત્યનાથે પણ યોગ કર્યો હતો. યોગ દરમિયાન બધાનું ધ્યાન યોગી આદિત્યનાથનાં નવાં વસ્ત્રો તરફ ખેંચાયું હતું. સામાન્ય રીતે યોગી આદિત્યનાથને અત્યારસુધીમાં લોકોએ તેમનાં પરંપરાગત કેસરી કુર્તા, ધોતી અને સાફા સિવાય બીજા કોઈ વસ્ત્રો જોયા નથી, પરંતુ સૌપ્રથમ વખત તેમને કેસરી રંગના ટી-શર્ટમાં મંચ પર યોગ કરતા બધાએ જોયા હતા.

  જોકે ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ ટી-શર્ટ અને પેન્ટમાં યોગની તમામ ક્રિયાઓ અને મુદ્રાઓ ખૂબ જ સરળ અને ચોક્કસ રીતે કરી હતી, પરંતુ મંચ પર યોગીના ટી-શર્ટએ લોકોનું ધ્યાન વધારે ખેંચાયું હતું.

  યોગી આદિત્યનાથે કેસરી રંગના ટી-શર્ટ સાથે પરંપરાગત ધોતી પહેરી હતી, પણ તેમના ટી-શર્ટએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. યોગની ક્રિયા વખતે ગૃહપ્રધાન રાજનાથ સિંહે લીલા કલરના પટ્ટાવાળા સફેદ ટી-શર્ટ અને સાથે નીચે કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું.

  યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહે લગભગ દોઢ કલાક સુધી મંચ પર સાથે રહ્યા હતા, એમાંથી લગભગ 40 મિનિટ સુધી બંનેએ યોગાભ્યાસ અને પ્રાણાયામની અનેક મુદ્રાઓ કર્યાં હતાં. જાહેરમાં યોગ અને પ્રાણાયામની જુદી જુદી મુદ્રા અને અભ્યાસ કરી રહેલા આ નેતાઓ સહજ લાગતા હતા.
  Published by:Sanjay Joshi
  First published: