ઉન્નાવ ગેંગરેપ મામલાઓમાં સીબીઆઈએ ગુરૂવારે બાંમરમઉથી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સહિત બે વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સીબીઆઈની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલ આ ચાર્જશીટમાં શશિ પ્રતાપ સિંહ ઉર્ફે સુમનને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ જજ વત્સલ શ્રીવાસ્તવની કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આનાથી પહેલા 7 જુલાઈએ સીબીઆઈએ ઉન્નાવ રેપ કેસમાં પીડિતાના પિતાની હત્યાના મામલામાં સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં ધારાસભ્ય સેંગર ઉપરાંત અતુલ સહિત 5 લોકોને પણ આરોપી બનાવામાં આવ્યા છે. આરોપ છે કે અતુલ અને તેના સાથીઓએ પીડિતાના પિતાને માર માર્યો હતો. તે પછી નકલી કેસમાં તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેલમાં હાલત બગડતા 9 એપ્રિલે પીડિતાના પિતાની મોત થઈ ગઈ હતી.
ઉલ્લેખનિય છે કે, ઉન્નાવના માખી વિસ્તારમાં રહેનાર એક સગીરાએ બામ્ગરમઉના બાહુબલી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર રેપનો આરોપ લગાવ્યો છે. પીડિતા અનુસાર 4 જૂને 2017ના દિવસો નોકરીના બહાને ગામના સરપંચની પત્ની તેને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના ઘરે લઈ હતી હતી. અહી સેંગર દ્વારા તેની પર રેપ કરવામાં આવ્યો હતો.
પીડિતાએ આરોપ લગાવ્યા છે કે ન્યાય માટે તે ઉન્નાવ પોલીસના દરેક અધિકારી પાસે ગઈ, પરંતુ કોઈ જ સુનાવણી થઈ નહી. પીડિતા અનુસાર આરોપી ધારાસભ્ય તેના પર પોલીસમાં કેસ દાખલ ના કરવા માટે પ્રેશર બનાવતો રહ્યો. પીડિતાએ આરોપ લગાવ્યા છે કે, 3 એપ્રિલ 2018ના દિવસે દબાણ બનાવા માટે તેના પિતા સાથે ધારાસભ્યના ભાઈ અતુલ અને મનોજે મારપીટ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે વિરોધ કરવા પર પીડિતાના મૃત પિતા વિરૂદ્ધ એક ખોટો કેસ દાખલ કરી દેવામાં આવ્યો. પોલીસની નિષ્ક્રિયા અને ધારાસભ્યની દબંગાઈથી ત્રસ્ત થઈને સગીરા લખનઉ પહોંચી અને સીએમ આવાસ બહાર આત્મવિલોપનની કોશિષ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર