Home /News /national-international /બહુમાળી બિલ્ડિંગ ધરાશાઈ થતાં અનેક લોકો કાટમાળામાં દટાયાં, ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા

બહુમાળી બિલ્ડિંગ ધરાશાઈ થતાં અનેક લોકો કાટમાળામાં દટાયાં, ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા

આ દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Uttar Pradesh, India
  લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હઝરતગંજ વિસ્તારમાં મંગળવારે સાંજે ત્યારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી અને તેના કાટમાળ નીચે ઘણા લોકો દટાઈ ગયા હતા.

  રાહતની વાત એ છે કે આ ઈમારતમાંથી અત્યાર સુધીમાં 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ ત્રણથી ચાર લોકો દટાયા હોવાની આશંકા છે, જેના માટે બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી આ ભયાનક અકસ્માતમાં એક પણ મૃત્યુની માહિતી નથી.

  બીજી તરફ આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.

  આ પણ વાંચોઃ સ્પાઈસજેટની ધમાકેદાર ઓફર, માત્ર રૂ.1126માં કરો હવાઈ મુસાફરી, જાણો સંપૂર્ણ માહિતી અહીં

  આ સાથે સીએમ યોગીએ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. તો બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સ્થળ પર જઈને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘણી હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.

  આ બિલ્ડિંમાં હાજર ઈલેક્ટ્રિશિયન ઈરફાને ઈમારત ધરાશાયી થવાની કહાની જણાવી છે. ઈરફાનના મતે, તે ખૂબ જ આઘાતાજનક અને ભયાનક દ્રશ્ય હતું. ઈરફાનના કહેવા પ્રમાણે, જ્યારે ઈમારત પડી ત્યારે તે પોતાના સાથીદાર સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યો હતો. બિલ્ડિંગ ધરાશાયી થતાં તે પણ કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ઈરફાન સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો, પરંતુ તેની સ્કૂટી હજુ પણ કાટમાળ નીચે દટાયેલી છે. બીજા માળે રહેતા શિક્ષકે તેમને ઈલેક્ટ્રીક કામ રીપેર કરવા માટે બોલાવ્યા હતા. ઈરફાન અને તેના સાથીદાર અંશુને માથા અને પીઠમાં ઈજા થઈ છે. ઈરફાન આ ઘટનાનો એકમાત્ર સાક્ષી છે, જે બોલવાની સ્થિતિમાં છે.

  હકીકતમાં, લખનઉ બિલ્ડિંગ દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં કુલ 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રશાસનની વાત માનીએ તો હજુ 3 થી 4 લોકો દટાયેલા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચેથી હજુ પણ એક-બે લોકો અવાજ કરી રહ્યા છે. આ જ કારણ છે કે હાલમાં NDRFની ટીમ જેસીબી મશીન દ્વારા બચાવ કરવાને બદલેર કાટમાળને પાવડાથી દ્વારા હટાવી રહી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ગઈ કાલે રાત્રે ડૉક્ટરોની ટીમ કાટમાળ નીચે ઓક્સિજન લાવી હતી. હજુ સુધી આ અકસ્માતમાં એક પણ મોતની પુષ્ટિ થઈ નથી.  આ દરમિયાન ઉત્તર પ્રદેશના ડીજીપીએ કહ્યું કે લખનઉ ઈમરાત દુર્ઘટનામાં 12 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે. તેમાં વધુ 5-6 કલાક લાગી શકે છે. જેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તેઓ સુરક્ષિત છે. હજુ સુધી આ મામલે FIR નોંધવાની બાકી છે અને આરોપીની ધરપકડ કરવાની બાકી છે. એટલું જ નહીં, બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણો જાણવા માટે નિષ્ણાતનો અભિપ્રાય જરૂરી છે. આ પહેલા ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન માર્ગ પર બહુમાળી ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં બચાવ કામગીરી ચાલી રહી છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Building collapse, Uttar Pradesh‬

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन