Home /News /national-international /LUCKNOW BUILDING COLLAPSE: અને અચાનક કડડભૂસ થઈ ગઈ આખી બિલ્ડીંગ, લખનૌની કરૂણ દુર્ઘટનામાં 20 દબાયા, 3નાં મોત

LUCKNOW BUILDING COLLAPSE: અને અચાનક કડડભૂસ થઈ ગઈ આખી બિલ્ડીંગ, લખનૌની કરૂણ દુર્ઘટનામાં 20 દબાયા, 3નાં મોત

lucknow building collapse

LUCKNOW BUILDING COLLAPSE: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં વજીર હસનગંજ રોડ પર એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં 7 પરિવાર રહેતા હતા. 

  લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી મોટા અને શોકજનક સમાચાર આવી રહ્યા છે. અહીં વજીર હસનગંજ રોડ પર એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. શરૂઆતમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં 7 પરિવાર રહેતા હતા. આ દુર્ઘટના બાદ કાટમાળમાંથી 3 મૃતદેહ કાઢવામાં આવ્યા છે, જ્યારે ઓછામાં ઓછા 20 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધા એક્શન

  આ અકસ્માતની તાત્કાલિક નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલવાના નિર્દેશ આપ્યા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અહીં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દુઃખદ સમાચાર છે કે 3 મૃતદેહો મળી આવ્યા છે અને કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. NDRF, ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Lucknow

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन