RSSના એજન્ટ છે દિગ્વિજય, કોંગ્રેસ સાથે કોઈ પણ કિંમતે નહી થાય ગઠબંધન: માયાવતી
બસપા સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)
માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અહંકારમાં ડુબી છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જનતા સબક સિખવાડશે. કોંગ્રેસ પાર્ટીએ બદલાની ભાવનાથી હંમેશા છુરો ગોપવાનું કામ કર્યું છે.
બહુજન સમાજવાદી પાર્ટી પ્રમુખ માયાવતીએ કોગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર ગઠબંધનમાં અડચણ નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, સોનિયા અને રાહુલ ગાધી દિલથી ગઠબંધન કરવા માંગે છે, પરંતુ કોંગ્રેસમાં રહેલા દિગ્વિજય સિંહ જેવા નેતા ગઠબંધનમાં અડચણ ઉભી કરે છે.
બસપા સુપ્રિમોએ કોંગ્રેસની મંશા પર જ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તેને વારંવાર બીજેપી સામે હાર મળી રહી છે. તો પણ કોંગ્રેસ પાર્ટી ગટબંધનને લઈ ગંભીર નથી. તેમણે કહ્યું કે, બીજેપી જેવી સાંપ્રદાયિક પાર્ટીને સત્તામાંથી દૂર રાખવા માટે હંમેશાથી કોંગ્રેસનો સાથ આપ્યો છે, પરંતુ બદલામાં કોંગ્રેસે હંમેશા છરો ગોપ્યો છે. આજ કારણથી બસપાએ દક્ષિણ ભારતમાં જનતાદળ સેક્યુલર અને હરિયાણામાં ઈન્ડિયન લોક દળ સાથે ગઠબંધન કર્યું, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ના થઈ શક્યું.
માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અહંકારમાં ડુબી છે. કોંગ્રેસનું વલણ અડિયલ રહ્યું છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જનતા સબક સિખવાડશે. કોંગ્રેસ પાર્ટીએ બદલાની ભાવનાથી હંમેશા છુરો ગોપવાનું કામ કર્યું છે.
બસપા સુપ્રિમોએ કહ્યું કે, હવે બસપા કોંગ્રેસ સાથે મળીને ક્યારે પણ ચૂંટણી નહી લડે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બસપા એકલી અથવા સ્થાનિક દળો સાથે મળીને ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યું કે, બસપા સર્વસમાજની પાર્ટી છે. અને બાબા સાહેબે બતાવેલા રસ્તા પર ચાલે છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી દલિતોના સન્માન સાથે સમજોતો નહી કરી શકે.
માયાવતીએ કહ્યું કે, બસપા સાથે ગઠબંધન કરતા પહેલા એ જરૂર યાદ રાખવું જોઈએ કે આ પાર્ટી અનેક સંઘર્ષોથી બહાર આવી છે. બાબા સાહેબના કોઈ અનુયાયીના લોહીમાં એવું ન થઈ શકે કે, કોઈના પણ હાથનું રમકડું બની જાય.
આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આજે ચૂંટણીમાં મુસલમાનોને ઉમેદવાર બનાવવાથી ડરે છે, પરંતુ બસપા એવું નથી કરતી.
બસપા સુપ્રિમોએ કહ્યું કે, સીબીઆઈથી ડરવાની વાત એકદમ ખોટી છે. તેમણે કહ્યું કે, વ્યાપક જનહિત અને દેશહીતને ધ્યાનમાં રાખીને અમારી પાર્ટીએ અહંકારી સરકારને આગળ પણ સત્તામાં આવવા પર પોતાની અસહમતિ જાહેર કરી છે.
માયાવતીએ કોંગ્રેસની નીતિઓ પર પણ પ્રશ્ન ઉભા કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાની પાર્ટીમાં સુધાર લાવવા માટે જ તૈયાર નથી. કોંગ્રેસે મને તાજ કોરિડોર મામલામાં ફસાવી. કોંગ્રેસ બીજેપીની સાથે મળીને બસપાને સમાપ્ત કરવાનું ષડયંત્ર બનાવી રહી છે.
આ મામલા પર દિગ્વિજય સિંહ સાથે વાતચીત કરવા પર તેમણે સ્પષ્ટ કર્યું, મે હંમેશાથી કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનનું સમર્થન કર્યું છે. ત્યારે માયાવતીના આરોપ પર તેમણે કહ્યું કે, તેમના આરોપો પર બસપા સુપ્રિમો સામે જ પ્રશ્ન કરવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર