BJP નેતા બોલ્યા - જાતિ આધારિત પોલીસ ભરતીનું પરિણામ છે એપ્પલ કર્મીની હત્યા

લખનઉમાં એપ્પલ કંપનીના એક્ઝિક્યુટીવને પોલીસ દ્વારા કથિત રીતે ગોળી મારી દેવાની ઘટના પર બીજેપીના એક મોટા નેતાએ રાજ્યની પહેલાની સરકાર અખિલેશ યાદવને દોષી જણાવ્યા

લખનઉમાં એપ્પલ કંપનીના એક્ઝિક્યુટીવને પોલીસ દ્વારા કથિત રીતે ગોળી મારી દેવાની ઘટના પર બીજેપીના એક મોટા નેતાએ રાજ્યની પહેલાની સરકાર અખિલેશ યાદવને દોષી જણાવ્યા

  • Share this:
    કાજી ફરાજ અહમદ

    લખનઉમાં એપ્પલ કંપનીના એક્ઝિક્યુટીવને પોલીસ દ્વારા કથિત રીતે ગોળી મારી દેવાની ઘટના પર બીજેપીના એક મોટા નેતાએ રાજ્યની પહેલાની સરકાર અખિલેશ યાદવને દોષી જણાવ્યા છે. બીજેપી નેતા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, હત્યાનું કારણ સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળી પહેલાની સરકારમાં થયેલી જાતી આધારિત ભરતી છે. ત્રિપાઠીએ કહ્યું કે, હું હાલની પરિસ્થિતીમાં રાજનીતિમાં નથી જવા માંગતો, પરંતુ સમાજવાદી પાર્ટી સરકારમાં જાતી આધારિત ભરતીનું આ પરિણામ છે. મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવના શાસનમાં ભરતી વિવાદીત હતી, અને માત્ર એક જાતીના લોકોને જ નોકરી આપવામાં આવતી હતી.

    ત્રિપાઠીએ મૃત્યું પામનાર વ્યક્તિના પરિવાર પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા કહ્યું કે, દોષીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બકૌલ ત્રિપાઠી, આ ઢીલો મુકવાનો મામલો નથી, પરંતુ અપરાધિક મામલો છે. અમે એક ઉદાહરણ રજુ કરીશું, જેથી આ પ્રકારનો મામલો ફરીથી ના થાય.

    આ બાજુ, ત્રિપાઠીના નિવેદન બાદ રાજનૈતિક માહોલ ગરમ થઈ ગયો છે. સપાએ પલટવાર કરતા કહ્યું કે, આ રાજનીતિ કરવાનો સમય નથી. સપાના પ્રવક્તા અનુરાગ ભદોરિયાએ કહ્યું કે, એપ્પલ એક્ઝિક્યુટિવની હત્યાના મામલામાં રાજનીતિ કરવાને લઈ બીજેપીને શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું કે, બીજેપીનું મગજ ખરાબ થઈ ગયું છે અને તે સમાજવાદી પાર્ટીને આમાં ખેંચી રહી છે. એક સમાન્ય માણસની હત્યા પર રાજનીતિ કરવામાં ભાજપને શરમ આવવી જોઈએ.

    તમને જણાવી દઈએ કે, લખનઉ પોલીસ પર આરોપ છે કે, તેના એક કોન્સ્ટેબલે શનિવારે ચાલક એક યુવકને ગોળી મારી દીધી. આ ઘટના ગોમતીપુર વિસ્તારના સીએમએસ સ્કૂલ પાસેની છે, જ્યાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી સનાએ જણાવ્યું કે, તે પોતાના મિત્ર વિવેક તિવારી સાથે કારમાં જઈ રહી હતી. ત્યારે અચાનક સામે બે પોલીસકર્મી આવ્યા. કારને રોકવા માટે ઈશારો કર્યો, તો કાર રોકવામાં આવી. એટલામાં એક કોન્સ્ટેબલે પોતાની બંદૂક કાઢી અને વિવેકને ગોળી મારી દીધી. ગોળી વાગવાથી તે ગભરાયો અને જતો રહ્યો. પોલીસનું બાઈક પછી વિજળીના થાંભલા સાથે ટકરાઈ ગયું.

    ઘાયલ યુવકને સારવાર માટે લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં થોડા સમય બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતક વિવેક તિવારી આઈફોન બનાવતી કંપની Appleમાં એરિયા સેલ્સ મેનેજરના પદ પર કાર્યરત હતો.
    Published by:kiran mehta
    First published: