BJP નેતાના અફેરની પોલ પત્નીએ જ ખોલી, આવી રીતે રંગે હાથ ઝડપાયા

News18 Gujarati
Updated: February 25, 2020, 9:33 AM IST
BJP નેતાના અફેરની પોલ પત્નીએ જ ખોલી, આવી રીતે રંગે હાથ ઝડપાયા
પોલીસ સ્ટેશનમાં ઊંડા આઘાતમાં સરકી ગયેલા શ્રીકાંત ત્યાગી.

બીજેપીના ખેડૂત નેતાની પત્ની ઔર 'વો'ની વચ્ચે એ હદે ઝપાઝપી થઈ કે બંનેના મોબાઇલ પણ તૂટી ગયા

  • Share this:
ઋષભમણિ ત્રિપાઠી, લખનઉ : બીજેપી (BJP)ના કિસાન મોર્ચાના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય શ્રીકાંત ત્યાગી (Shrikant Tyagi)ની પત્ની અનુ ત્યાગી અને શ્રીકાંતની મહિલા મિત્ર માંડવી સિંહની વચ્ચે મારપીટની એફઆઈઆર ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નોઇડામાં રહેનારા બીજેપીના ખેડૂત નેતા શ્રીકાંત ત્યાગીએ ગોમતીનગર વિસ્તારના ગ્રીનવુડ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ભાડે રાખ્યો છે. આ એપાર્ટમેન્ટમાં માંડવી સિંહ પણ રહે છે. રવિવાર રાત્રે શ્રીકાંત પોતાના ફ્લેટમાં પહોંચ્યો હતા, આ દરમિયાન તેમની પત્ની અનુ પોતાના બે બાળકોની સાથે ત્યાં પહોંચી ગઈ.

મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

એફઆઈઆર મુજબ, અનુ જ્યારે ફ્લેટમાં જઈ રહી હતી તે સમયે માંડવી ફ્લેટથી બહાર આવી રહી હતી. બસ બંને સામ-સામે થઈ ગયા અને મારપીટ શરૂ થઈ. ખેંચતાણમાં બંને મહિલાઓના મોબાઇલ તૂટી ગયા. મોડી રાત્રે હોબાળો વધતા ગોમતીનગર વિસ્તાર મહાસમિતિના પદાધિકારી પણ આવી ગયા અને કોઈએ ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસ આવતાં જ મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસ સ્ટેશનમાં અનુએ પોતાના પતિ શ્રીકાંત સામે પોતાનો બળાપો કાઢ્યો. આ દરમિયાન શ્રીકાંત ત્યાગી કપરી સ્થિતિમાં મૂકાઈ ગયા.

બંને તરફથી નોંધાવવામાં આવી એફઆઈઆર

અનુની એફઆઈઆર મુજબ તેના પતિ અને માંડવી સિંહની વચ્ચે અફેર છે. આજે પતિની સાથે માંડવી હોવાની જાણકારી મળતાં તે એપાર્ટમેન્ટ પહોંચી હતી. જ્યાં માંડવી સિંહે તેની સાથે મારપીટ કરી. બીજી તરફ માંડવીની એફઆઈઆર મુજબ રાત્રે 12 વાગ્યે તે એપાર્ટમેન્ટમાં હતી ત્યારે તેના પરિચિત શ્રીકાંત ત્યાગીને પત્નીએ તેની સાથે મારપીટ કરીને મોબાઇલ તોડી દીધો. ઇન્સ્પેક્ટર ગોમતીનગર અમિત દુબે મુજબ બંને પક્ષોની એફઆઈઆર નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, કૂકડાઓની લડાઈમાં માલિકનું થયું મોત, કૂકડાઓના પગમાં બાંધી હતી બ્લેડ
First published: February 25, 2020, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading