VIDEO: વરસાદ અને કરાના કારણે કેરીના બગીચામાં રમણભમણ થયું, મોટા ભાગની કેરી ખરી પડી
માવઠાએ કેરીના બગીચામાં રમણભમણ કરી નાખ્યું
અવધ કેરી ઉત્પાદક અને બાગાયતી સમિતિના મહાસચિવ ઉપેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, આ વખતે 75 ટકા દશેરી કેરીને નુકસાન થઈ ગયું છે. મલિહાબાદ, માલ, કાકોરી અને બખ્શીનું તળાવ એવા ચાર બ્લોક એવા છે, જ્યાં પર 75 ટકા દશેરી કેરીને નુકસાન થયું છે.
લખનઉ: કેરીના શોખિન માટે એક માઠા સમાચાર છે. આ વખતે દેશભરમાં લોકો દશેરી કેરી ખાવા માટે ખૂબ જ ઓછી મળશે. તેનું કારણ એ છે કે, 21 માર્ચે લખનઉ સહિત મલિહાબાદ, કાકોરી, માલ અને બખ્શીના તળાવમાં થયેલા ભારે વરસાદ અને કરા પડવાના કારણ ખરાબ થઈ ગઈ છે.
અવધ કેરી ઉત્પાદક અને બાગાયતી સમિતિના મહાસચિવ ઉપેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, આ વખતે 75 ટકા દશેરી કેરીને નુકસાન થઈ ગયું છે. મલિહાબાદ, માલ, કાકોરી અને બખ્શીનું તળાવ એવા ચાર બ્લોક એવા છે, જ્યાં પર 75 ટકા દશેરી કેરીને નુકસાન થયું છે. આ જ વિસ્તારને અસલી દશેરી કેરી ઉગાડવા માટે ઓળખાય છે. આ વિસ્તારની કેરી જીઆઈ 125ને ઈન્ટરનેશનલ ટેગ પણ મળેલું છે. આ ઉપરાંત ચૌસા અને બીજી કેરીને પણ મોટુ નુકસાન થયું છે. " isDesktop="true" id="1362199" >
ખેડૂતોમાં નિરાશા છે અને વરસાદે કેરીના બગીચાની કમર તોડી નાખી છે. તેમણે જણાવ્યું કે, હવે બજારમાં જે કેરી આવશે, તેની કિંમત ખૂબ વધારે હશે અને જેનાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજા ખેડૂત રામકિશોર મૌર્યે જણાવ્યું કે, સરકાર કેરીના બાગાયતોને કોઈ પણ મદદ અથવા સુવિધા નથી આપતી. હવે પલ્પ આઈસ્ક્રીમ બનવું મુશ્કેલ છે, કારણ કે કેરી ઓછી હશે તો, પલ્પ પણ ઓછા મળશે.
વીમાના નામ પર થયો ખેલ
ઉપેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, કૃષિ અધિકારી અને ઉદ્યાન અધિકારી પાસેથી કેરી બગીચાનો વીમા કરાવવા માટે લાંબી વાતચીત થઈ હતી. પણ અધિકારીઓએ તેની ગંભીરતાથી નથી લીધું. એટલું જ નહીં તારીખ પણ ખોટી બતાવી, જેના કારણે વીમા નથી થયા અને આજે પ્રાકૃતિક ત્રાસદીના કારણે કેરીના ખેડૂતો લોહીના આંસૂએ રોઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, હવે એ જોઈએ કે સરકાર તમામ બાગાયતી સર્વે કરાવે. કોને કેટલું નુકસાન થયું છે તે જુએ અને તેમને આર્થિક મદદ કરે. કારણ કે લોહી પરસેવો લગાવીને કેરીને વેચીને વર્ષભરમાં તેનાથી ઘર ચલાવવાનું હોય છે. ત્યારે આવા સમયે આ વખતે ઘર કેવી રીતે ચલાવવું તે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. ઉપેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, યૂપીના ઉદ્યાન, કૃષિ રાજ્યમંત્રી દિનેશ પ્રતાપ સિંહ મોટા ભાગે આવા મામલામાં ખેડૂતો અને બાગાયતીની સાથે ઊભા રહે છે. આ મામલામાં પણ તે જરુરી ધ્યાન આપશે, તેવી આશા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર