આ નેતાએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- 'દરેક જગ્યાએ બોલી રહ્યાં છે જૂઠ '

જો તમે દરરોજ 500 લીટર દૂધ પ્રોસેસિંગ કરો છો તો રોજના 82 લાખની આવક થઇ શકે છે. જો કે 74 લાખ રૂપિયા પ્રોડક્શ ખર્ચના રૂપમાં જશે. તેમાંથી 25 ટકા ટેક્સ કાપવામાં આવે તો પણ તમારી પાસે 6 લાખ બચશે. એટલે કે તમે દર મહિને 50 હજાર રૂપિયા કામઇ શકશો.

તેમને કહ્યું કે, વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ જૂઠ બોલે છે. દુનિયાના સૌથી મોટા પ્લેટફોર્મ પર તેમને બોલી દીધું કે, 600 કરોડ લોકોએ અમને વોટ આપ્યો છે.

 • Share this:
  લખનઉ: સપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રવિવારે લખનઉમાં જનેશ્વર મિશ્રના જીવન પર આધારિત પુસ્તકનું લોકાર્પણ કર્યું. આ દરમિયાને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યો હતો. તેમને કહ્યું કે, વડાપ્રધાન મોદી દરેક જગ્યાએ જૂઠ બોલે છે. દુનિયાના સૌથી મોટા પ્લેટફોર્મ પર તેમને બોલી દીધું કે, 600 કરોડ લોકોએ અમને વોટ આપ્યો છે.

  અખિલેશે કહ્યું, બીજેપીને હરાવવી છે

  સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, અમારે બીજેપીના ષડયંત્રમાં ફસાવવું નથી પરંતુ ગોરખપુર, ફુલપુર અને કેરાનાની જેમ તેને હરાવવી છે. અમારાથી જે ઘર પડાવી લેવામાં આવ્યું છે, તે ઘર અમારૂ નહી સરકારી હતું. તેમને કહ્યું કે, મે કોઈ ગેરકાયદેસર નિર્માણ કરાવ્યું નથી. અમે બધાએ એનઓસીનો પુરાવો પણ આપી દીધો. તેમને કહ્યું કે, જ્યારે મે ઘર ખાલી કર્યું હતુ ત્યારે કેટલાક લોકો હથોડા લઈને અમારા ઘરમાં ગયા હતા.

  પૂર્વ બંગલાના મામલા પર સાધ્યું નિશાન

  અખિલેશ યાદવે કહ્યું કે, રાતમાં હથોડો લઈને કોણ અમારા ઘરમાં ગયું, જો કોઈ પત્રકાર અમને બતાવી દેશે તો અમે 11 લાખ રૂપિયા ઈનામ આપીશું. તેમના મંત્રી ચિઠ્ઠી લખીને અમારો ઘર માંગી રહ્યાં છે. તેમને રાજનાથ સિંહ, કલ્યાણ સિંહનું ઘર પસંદ ના આવ્યું, અમારૂ ઘર પસંદ આવ્યું તો સમજો કામ કોને કર્યું. તે ઉપરાંત અખિલેશે યોગી અને મોદી સરકાર તરફથી યૂપીમાં કરવામાં આવેલા 60 હજાર કરોડ રૂપિયાના રોકાણ પર પણ સરકાર પર નિશાન સાંધ્યો. તેમને કહ્યું કે, 60 હજાર કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટનો દાવો કરી દેવામાં આવ્યો, અમને જણાવો કઈ બેંકે લોન આપી.
  First published: