Home /News /national-international /ગાયને ગાય કહેવા માટે દંડ! ખાસ ચારો ખાતી આ ગાયો માટે સ્પા પણ છે, શું તમે આવી ગૌશાળા જોઈ છે?

ગાયને ગાય કહેવા માટે દંડ! ખાસ ચારો ખાતી આ ગાયો માટે સ્પા પણ છે, શું તમે આવી ગૌશાળા જોઈ છે?

ગાયને ગાય કહેવા માટે દંડ

શું તમે ક્યારેય ગાયોને બ્યુટી પાર્લર જેવી મસાજ અને સ્પા લેતી જોઈ છે?જો નહીં, તો ન્યૂઝ18 લોકલમાં અમે તમને એક અનોખી ગૌશાળા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં ગાયોને આ સુવિધા મળે છે. ગાયો માટે સવાર-સાંજ ચાલવા માટે અલગ પાર્ક પણ છે. આટલું જ નહીં, આ ગાયો સામાન્ય ઘાસચારો નહીં પણ વનસ્પતિ અને જડીબુટ્ટી મિક્સ કરેલા દલિયા અને લીલા પાંદડાવાળો ચારો ખાય છે. અને જો તમે તેમને આ ગૌશાળામાં ગાય કે પશુ કહેશો તો તમને દંડ પણ થઈ શકે છે.

વધુ જુઓ ...

    આ ગૌશાળાની અન્ય વિશેષતાઓ પણ છે. અહીં ગાયો પણ દિવસભર ભજન સાંભળે છે. ગાયોને ગરમી ન લાગે તે માટે પંખા પણ લગાવવામાં આવ્યા છે. દરેક ગાયનું એક નામ હોય છે. અને આ સામાન્ય ગાયો નથી પરંતુ 'ગીર' ગાયો છે, જે હિન્દુ ધર્મમાં પૂજાય છે. લખનૌના પહર નગર ટિકરિયા ગામમાં વિનોદ કૃપા ગૌશાળાના માલિકે પણ અહીં પોતાના માતા-પિતા અને બહેનની મૂર્તિઓ મૂકીને પૂજાઘર બનાવ્યું છે.

    આ પણ વાંચોઃ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મળ્યું સપનાનું ઘર, PM મોદીએ હજારો પરિવારને ફ્લેટની ચાવી આપી

    2015માં બનેલી આ ગૌશાળાના માલિક વિશાલ દ્વિવેદી છે, જેમને બાળપણથી જ ગાયો પાળવાનો શોખ હતો. જ્યારે તેમના પિતા કૃપાશંકર દ્વિવેદીએ કહ્યું કે બે ગાયનું શું થાય, સો હોય તો સારું. આ જ વાત વિશાલના દિલને સ્પર્શી ગઈ અને હવે તેમની પાસે 200થી વધુ ગીર ગાય છે. તેમણે આ ગૌશાળાના પરિસરમાં પિતા કૃપાશંકર, માતા બાલા અને બહેન મીનાક્ષીની મૂર્તિઓ પણ સ્થાપિત કરી છે.

    ખાસ દૂધનો સપ્લાય અને રોગજગારની તક

    બે એકરમાં બનેલી આ ગૌશાળામાં 90 મોટી અને 110 નાની ગાયો છે. તેમની સેવા માટે 15 નોકર છે, જેઓ ઘાસચારાથી લઈને ગૌશાળાની સફાઈ કરે છે. વિશાલે વાતચીતમાં જણાવ્યું કે તે વ્યવસાયે વકીલ છે પરંતુ તેનો મોટાભાગનો સમય ગૌશાળામાં વિતાવે છે. લોકોની માંગ પર અમે ગીર ગાયનું પૌષ્ટિક દૂધ પણ સપ્લાય કરીએ છીએ. દૂધના ઔષધીય ગુણો માટે શતાવર, હળદર, સાંથ અને મકોય જેવી જડીબુટ્ટીઓ ગાયોને ખવડાવવામાં આવે છે.

    આ ઉપરાંત ગામની 20 મહિલાઓને રોજગારી આપવાનું પણ આયોજન છે. મહિલાઓ અહીં ગૌમૂત્ર અને છાણમાંથી પૂજા સામગ્રી તૈયાર કરશે, જે શુદ્ધતાના દાવા સાથે લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત અહીં કુદરતી ખાતર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Cow, Lucknow, Uttar Pradesh‬

    विज्ञापन
    विज्ञापन