Home /News /national-international /પહેલા માયાવતીનો બંગલો અને હવે શિવપાલ યાદવને Z પ્લસ સુરક્ષા આપવાની તૈયારીમાં આદિત્યનાથ

પહેલા માયાવતીનો બંગલો અને હવે શિવપાલ યાદવને Z પ્લસ સુરક્ષા આપવાની તૈયારીમાં આદિત્યનાથ

શિવપાલ યાદવની ફાઇલ તસવીર

સમાજવાદી સેક્યુલર મોર્ચાના સંસ્થાપક શિવપાલ યાદવને માયાવતીનો ખાલી બંગલો આપ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની મજૂરી આપી છે.

  કાઝી ફરજ અહમદ

  સમાજવાદી સેક્યુલર મોર્ચાના સંસ્થાપક શિવપાલ યાદવને માયાવતીનો ખાલી બંગલો આપ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની મજૂરી આપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે યાદવને મળેલી ધમકીના પગલે તેમની સુરક્ષાને વધાવાનું કારણ હોઇ શકે છે. તાજેતરમાં ઇન્ટેલિન્જન્સ બ્યુરોના રિપોર્ટના મોર્ચાના પ્રમુખ સુરક્ષાને લઇને એલર્ટ કરવામાં આવ્યું છે.

  હવે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમના પિતા મુલાયમ સિંહ યાદવ અને બસપાના સુપ્રીમ માયાવતીની પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે. શિવપાલને ઝેડ પ્લસ સુરક્ષાને આપવા પછી વિપક્ષી દળોની નારાજગી વધારે વધી છે. શિવપાલને માયાવતીનો ખાલી બંગલો આપવાથી સરકાર ઉપર પણ પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે.

  યાદવના નજીકના સુત્રો એ તરફ ઇશારો કરી રહ્યા છે કે બંગલાનો ઉપયોગ તેમની નવગઠિત પાર્ટીની ઓફિસ તરીકે થઇ શકે છે. સુત્રોનો દાવો કર્યો છે કે બંગલામાં શિવપાલના સ્વાગતની તૈયાર ચાલી રહી છે.

  ન્યૂઝ18 સાથે વાત કરતા શિવપાલ યાવદે કહ્યું કે, "હું પાચ વખત ધારાસભ્ય અને એક પૂર્વ મંત્રી રહ્યો છું જેના માટે મે મોટા સ્થાનની માંગણી કરી હતી. ત્યારબાદ ઇન્ટેલિજન્સ બ્યૂરોના એક રિપોર્ટની માંગણી કરી હતી. તેમનારિપોર્ટ પછી સરકાર દ્વારા આ નવું ઘર મને ફાળવવામાં આવ્યું છે. બંગલાની ફારવણી માટે દરેક નિયમોનું પાલન કરવામાં આવશે."

  6 લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ ઉપર સ્થિત બંગલો પહેલા બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીને ફાળવવામાં આવ્યો હતો. જેણે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ખાલી કરવામાં આવ્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: CM Yogi Adityanath

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन