Home /News /national-international /indian army chief: લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે ભારતીય સેનાની કમાન સંભાળનાર પ્રથમ એન્જીનિયર, UN મિશનોમાં પણ રહ્યું છે યોગદાન
indian army chief: લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે ભારતીય સેનાની કમાન સંભાળનાર પ્રથમ એન્જીનિયર, UN મિશનોમાં પણ રહ્યું છે યોગદાન
લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે
Lt Gen manoj pande new indian army chief - આગામી 30 એપ્રિલે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે, તે જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે
નવી દિલ્હી : લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને (Lt Gen Manoj Pande)ભારતીય સેનાના નવા પ્રમુખ (indian army chief)નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે. આગામી 30 એપ્રિલે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેએ (Lt Gen manoj pande new indian army chief)આ વર્ષે જ એક ફેબ્રુઆરીના રોજ લેફ્ટિનેન્ટ જનરલ સીપી મોહંતીના સ્થાને ભારતીય સેનાના નવા ઉપ પ્રમુખના રુપમાં કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તે પૂર્વી સૈન્ય કમાન્ડરમા રુપમાં કાર્યરત હતા.
રક્ષા મંત્રાલયે સોમવારે કહ્યું કે સરકારે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને આગામી સેનાધ્યક્ષના રુપમાં નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
લેફ્ટિનેન્ટ જનરલ પાંડેને ડિસેમ્બર 1982માં બોમ્બે સૈપર્સમાં કમિશન મળ્યું હતું. પોતાની વિશિષ્ઠ કારકિર્દીમાં તેમણે બધા પ્રકારના વિસ્તારમાં પારંપરિક અને સાથે આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી પ્રતિષ્ઠિત કમાન્ડ અને સ્ટાફ સંબંધી જવાબદારીઓ નિભાવી છે.
Lt Gen Manoj Pande would be the 29th Chief of Army Staff and would be succeeding General Manoj Mukund Naravane who is scheduled to superannuate on April 30 pic.twitter.com/jBn1gANl7m
તેમણે જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન નિયંત્રણ રેખા (એલઓસી) સાથે એક એન્જીનિયર રેજિમેન્ટની કમાન સંભાળી હતી. પશ્ચિમી સેક્ટરમાં એક એન્જીનિયર બ્રિગેડ, એલઓસી સાથે એક પેદલ સેના બ્રિગેડ અને પશ્ચિમી લદ્દાખના ઊંચાઇ વાળા વિસ્તારમાં એક પહાડી ડિવિઝન અને પૂર્વોત્તરમાં એક કોરની કમાન સંભાળી હતી.