રાહુલ ગાંધી માટે કેમ પસંદ કરવામાં આવી કેરળની વાયનાડ સીટ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

અમેઠીથી સાથોસાથ કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડશે રાહુલ ગાંધી

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત હવે કેરળની વાયનાડ સીટ ઉપરથી પણ લોકસભા ચૂંટણી લડવાના છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીએ રવિવારે રાહુલ કેરળથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી. એન્ટનીએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો ઈચ્છતા હતા કે રાહુલ તેમને ત્યાંથી પણ ચૂંટણી લડે, તેથી તેમના સન્માનમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  કેમ પસંદ કરવામાં આવી વાયનાડ સીટ?

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે વાયનાડ સીટને પસંદ કરવા પાછળ મહત્વપૂર્ણ કારણ એ છે કે આ સીટ તમિલનાડુ, કર્ણાટક અને કેરળની સંયુક્ત સંસ્કૃતિની મિસાલ છે. એન્ટનીએ કહ્યું કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુ ત્રણેય રાજયોથી ચૂંટણી લડવાની માંગ હતી. જોકે, વાયનાડ આ ત્રણ રાજ્યોનું કેન્દ્ર બિંદુ છે, તેથી તેને પસંદ કરવામાં આવી એન તેનાથી ત્રણેય રાજ્યોના કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન પણ સુનિશ્ચિત થયું છે.

  આ પણ વાંચો, રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે

  રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી માટે અમેઠી કોઈ લોકસભા સીટને બદલે પરિવાર રહ્યો છે અને તેઓએ હંમેશા કહ્યું છે કે તેઓ અમેઠીથી ક્યારેય દૂર નહીં જાય. પરંતુ ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓના સંગમ રૂપે પાર્ટી અને રાહુલે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

  આ પણ વાંચો, કાફલો અટકાવતા કેન્દ્રીય મંત્રીએ રોફ મારતા ચૂંટણી અધિકારીને કહ્યુ, 'ખબરદાર'

  વાયનાડનો ચૂંટણી ઈતિહાસ

  વાયનાડ સીટ 2008 સીમાંકન બાદથી અસ્તિત્વમાં આવી છે. 2009 અને 2014 લોકસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. કોંગ્રેસ આ સીટ પર ઘણી મજૂબત પકડ ધરાવે છે. કોંગ્રેસના એમઆઈ શાનવ અહીં છેલ્લી બે વાર જીત નોંધાવી ચૂક્યા છે. 2009માં તેઓએ લગભગ 50 ટકા વોટ મેળવ્યા હતા, જ્યારે 2014ની ચૂંટણીમાં તેમણે 41 ટકાથી વધુ વોટ મેળવ્યા હતા. આ સીટ પર બે વાર સીપીઆઈ ઉમેદવાર હારી ચૂક્યા છે.

  આ પણ વાંચો, રાહુલ હારના ડરને કારણે કેરળ દોડી ગયા : અમિત શાહ

  2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વાયનાડ લોકસભા સીટ પર માત્ર 20,870 વોટના અંતરથી જીત મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર એમઆઈ શાનવાસને એલડીએફ(સીપીએમ)ના સત્યન મોકેરીથી કુલ વોટમાંથી 1.81 ટકા વધુ મત મળ્યા હતા. શાનવાસને 3,77,035 અને મોકેરીને 3,56,165 વોટ મળ્યા હતા. બીજી તરફ, બીજેપીના પીઆર રસ્મિલનાથને 80,752 વોટ મળ્યા હતા. યૂડીએફ એટલે કે કોંગ્રસને અહીં 41.2 ટકા અને એલડીએફને 39.39 ટકા વોટ મળ્યા હતા.

  આ સીટ ત્રણ જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલ્લપુરમ અંતર્ગત આવે છે. મન્નાતાવાડી, કલપેટ્ટા, સુલતાન બાથેરી, થિરુવામ્બાડી, નીલામ્બુર, વાંદુર અને અર્નાડ વિધાનસભા સીટો વાયનાડ સીટ હેઠળ આવે છે.

  વાયનાડનું ગણિત

  2011ની વસતી ગણતરી મુજબ જિલ્લાની કુલ વસતી 8,17,420 છે. જેમાંથી 4,01,684 પુરુષ અને 4,15,736 મહિલાઓ સામેલ છે. જિલ્લાની 89.03 ટકા વસતી સાક્ષર છે. વાયનાડમાં 4,04,460 (49.48 ટકા) હિન્દુ છે. આ ઉપરાંત 2,34,185 (28.65 ટકા) વસતી મુસ્લિમ સમુદાયની છે. ખ્રિસ્તી સમુદાયની વાત કરીએ તો જિલ્લામાં તેમની વસતી 1,74,453 (21.34 ટકા છે.)

  આ પણ વાંચો, બંગાળમાં મજબૂત થઈ રહી છે બીજેપીની પકડ, તો રણનીતિ બદલવા મજબૂર થયા મમતા!
  Published by:Mrunal Bhojak
  First published: