લોકસભા ચૂંટણી 2019 માટે મંગળવારે ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. આ ચરણમાં દેશની 117 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સામાન્યની સાથોસાથ ખાન મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જ્યારે ઉત્તર પ્રદેશની મૈનપુરીમાં સમાજવાદી પાર્ટી નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ મતદાન કરવા પહોંચ્યા તો માયાવતી સાથે જોડાયેલા એક સવાલ પર ભડકી ગયા.
મૂળે, મતદાન કેન્દ્રની બહાર ઉપસ્થિત રિપોર્ટરે જ્યારે રામગોપાલ યાદવને પૂછ્યું કે, શું તમે માયાવતીને વડાપ્રધાન બનતા જોવા માંગો છો? આ સવાલના જવાબમાં યાદવે કહ્યું કે, મને મૂર્ખ સમજ્યો છે શું? કોઈ મૂર્ખ જ હશે જે આ સવાલનો જવાબ આપશે. તેઓએ કહ્યું કે હું આ સવાલનો જવાબ 23 મેની સાંજે પાંચ વાગ્યે આપીશ.
ઉલ્લેખનીય છે કે, મૈનપુરી લોકસભા બેઠક પરથી મુલાયમસિંહ યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક માટે રામગોપાલ યાદવ મતદાન કરવા પહોંચ્યા હતા. મહાગઠબંધનમાં વડાપ્રધાન પદના ઉમેદવારીને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.
ગઠબંધનની જાહેરાતના સમય પણ જ્યારે માયાવતી અને અખિલેશ પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચ્યા હતા ત્યારે પણ સપા અધ્યક્ષ અખિલેશ યાદવને સવાલ કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન કોણ હશે? ત્યારે તેઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશે દેશને અનેક વડાપ્રધાન આપ્યા છે અને આ વખતે પણ તમે અંદાજો લગાવી શકો છો કે શું થવાનું છે?
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર