Home /News /national-international /

BJPએ ઉદિત રાજની કાપી ટિકિટ, ગાયક હંસ રાજ હંસ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઉમેદવાર

BJPએ ઉદિત રાજની કાપી ટિકિટ, ગાયક હંસ રાજ હંસ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઉમેદવાર

નરેન્દ્ર મોદી અને હંસ રાજ હંસ (ફાઇલ ફોટો)

    છેવટે તમામ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવતાં બીજેપીએ ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ગાયક હંસ રાજ હંસ બીજેપીની ટિકિટ પર ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે.

    આ સીટ માટે બીજેપીઓ સિટિંગ સાંસદ ઉદિત રાજની ટિકિટ કાપી દીધી છે. મળતી માહિતી મુજબ હંસ રાજ હંસ આજે જ પોતાનું નોમિનેશન દાખલ કરશે. હંસ રાજ હંસ 2016માં બીજેપીમાં જોડાયા હતા.

    ઉલ્લેખનીય છે કે, સોમવાર સુધી બીજેપીએ દિલ્હીની સાતમાંથી 6 સીટો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. ઉત્તર-પશ્ચિમ સીટને લઈને અટકાળો ચાલુ રહી હતી. આ સીટથી બીજેપીના સાંસદ ઉદિત રાજે કહ્યું હતું કે પાર્ટી તેની પર તમામ અટકળો દૂર કરે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો હું પાર્ટી છોડી દઈશ. ઉદિત રાજની આ ધમકીની ગંભીર નોંધ લીધા વિના બીજેપીએ હંસ રાજ હંસને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

    આ પણ વાંચો, બીજેપીમાં સામેલ થયા સન્ની દેઓલ, ગુરદાસપુર બેઠકથી લડી શકે છે ચૂંટણી

    અકાલી દળ, પછી કોંગ્રેસ અને હવે બીજેપી
    ગાયક હંસ રાજ હંસે પોતાની રાજકીય સફરની શરૂઆત જાન્યુઆરી 2019માં શિરોમણી અકાલી દળથી કરી હતી. વગ જાલંધર સીટથી ટિકિટ પણ લડી હતી, પરંતુ હારી ગયા હતા. 18 ડિસેમ્બર 2014ના રોજ હંસ રાજ હંસ અકાલી દળ છોડીને ફેબ્રુઆરી 2016માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, થોડા સમય બાદ હંસ રાજ હંસનો કોંગ્રેસ સાથે મોહભંગ થયો હતો અને 10 ડિસેમ્બર 2016ના રોજ બીજેપીમાં જોડાયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Hans Raj Hans, Lok sabha election 2019, North West Delhi constituency, Udit Raj, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन