કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાનો બાળકો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયો ઉત્તર પ્રદેશના અમેઠીનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકોની સાથે વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધી અચાનક જ આશ્ચર્ય સાથે પોતાના મોંને હાથથી ઢાંકી દે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી ક્ષેત્ર અમેઠીમાં પ્રિયંકા ગાંધી મંગળવારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા જ્યારે તેમનો સામનો કેટલાક બાળકો સાથે થયો જે કોંગ્રેસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને ઘેરવા માટે રાહુલ ગાંધી જે નારાનો ઉપયોગ કરે છે તે જ નારો 'ચોકીદાર ચોર હૈ, ચોકીદાર ચોર હૈ'ને બાળકો બોલી રહ્યા હતા.
પહેલા તો પ્રિયંકા ગાંધી ખુશ થઈને બાળકોની તરફ જોઈ રહ્યા હતા અને પોતાનું માથું પણ હલાવી રહ્યા હતા. પરંતુ જ્યારે બાળકોએ પીએમ મોદીને લઈ એવા પ્રકારનો નારો લગાવ્યો તો તેઓએ તાત્કાલીક બાળકોને કહ્યું, આ વાળું નહીં, સારું નહીં લાગે. સારા બાળકો બનો. ત્યારબાદ બાળકો રાહુલ ગાંધી જિંદાબાદના સૂત્રોચ્ચાર કરતાં સાંભળવા મળ્યા.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે તેની પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વીડિયો શેર કરતા લખ્યું કે, અસભ્યતાની હદ. કલ્પના કરો એક વડાપ્રધાનને કેટલાક લોકો પાસેથી કેવા પ્રકારના અપશબ્દ સાંભળવા પડે છે. લુટિયન્સવાળા નારાજગી દર્શાવશે?
Uncouth to the core. Imagine the filthiest of abuses that a Prime Minister has to endure from people whose only claim to fame is a nose. Lutyens outrage anyone ???? https://t.co/T5sPyKtmbr
— Chowkidar Smriti Z Irani (@smritiirani) April 30, 2019
ટ્વિટર પર લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું કે કેન્દ્રીય મંત્રીનો વીડિયો પ્રિયંકા ગાંધીને બાળકોના સૂત્રોચ્ચાર રોકવાથી પહેલા જ ખતમ થઈ જાય છે. બીજી તરફ, વડાપ્રધાનને અપશબ્દ કહેવાથી બાળકોને રોકવા માટે અનેક લોકોએ કોંગ્રેસ નેતાના ખૂબ વખાણ પણ કર્યા.
આમ આદમી પાીર્ટીની અલકા લાંબાએ ટ્વિટ કરીને કહ્યું કે, મને તેમની પ્રતિક્રિયા ખૂબ જ પસંદ આવી. એ સારી વાત છે કે તેઓએ બાળકને યોગ્ય માર્ગ બતાવ્યો અને યોગ્ય સમયે તેમને રોકી દીધા.
I love her reaction... N Good She has Guided n Stopped the Children at the right time.... https://t.co/rLpVfjSPrk
આ દરમિયાન બાળ અધિકાર સંરક્ષણ આયોગે વીડિયોના સંદર્ભમાં ચૂંટણી પંચને પત્ર લખી આ મામલામાં જરૂરી પગલા ઉઠાવવા માટે કહ્યું છે. આયોગે ચૂંટણી પંચથી એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે ચૂંટણી માટે બાળકોનો ઉપયોગ ન કરવામાં આવે. આયોગે તમામ રાષ્ટ્રીય પાર્ટીઓને બાળકોને પોસ્ટર વહેંચવા, સૂત્રોચ્ચાર કરવા કે રેલીઓમાં બાળકોને સામેલ ન કરવાનો આગ્રહ કર્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર