રાહુલ ગાંધીએ અમેઠીથી ભર્યું ઉમેદવારીપત્ર, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા સાથે કર્યો રોડ શો

News18 Gujarati
Updated: April 10, 2019, 6:20 PM IST
રાહુલ ગાંધીએ અમેઠીથી ભર્યું ઉમેદવારીપત્ર, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા સાથે કર્યો રોડ શો
રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી, પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભર્યું.

રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખીને તેમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીએ જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા. આ પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો જેમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા.

ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીને ડિબેટ માટે રોજ પડકાર આપી રહ્યો છું અને આજે ફરી એકવાર તેમને પડકાર આપું છું. રાહુલે રાફેલ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે.

આ પહેલા રાહુલના બનેવી રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ લખીને તેમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો, રાફેલ ડીલની ફરી તપાસ થશે? સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

કોંગ્રેસ અધ્યક્ષ 4 એપ્રિલે કેરળની વાયનાડ લોકસભા સીટથી પહેલા જ ઉમેદવારી પત્ર ભરી ચૂક્‍યા છે. રાહુલ ગાંધી પહેલવાર બે સંસદીય સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે.

વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણયના કારણે રાહુલ ગાંધી પોતાના વિરોધીઓના નિશાન પર આવી ગયા છે. તેમની વિરુદ્ધ ચૂંટણી લડી રહેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારા વાયનાડથી ચૂંટણી લડવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના માટે અમેઠી નહીં પરંતુ વાયનાડ મહત્વપૂર્ણ છે. પરંતુ મારા માટે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર અમેઠી જ મહત્વપૂર્ણ છે.

નોંધીનીય છે કે, 2014માં રાહુલ સામે હારનારી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાહુલ દ્વારા નોમિનેશન ભર્યાના એક દિવસ બાદ નોમિનેશન ભરશે.
First published: April 10, 2019, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading