Home /News /national-international /PM મોદીએ કહ્યુ- હું એકલો નથી, દેશમાં ઘણા છે ચોકીદાર, શેર કર્યો VIDEO

PM મોદીએ કહ્યુ- હું એકલો નથી, દેશમાં ઘણા છે ચોકીદાર, શેર કર્યો VIDEO

PM મોદીએ શરૂ કર્યું 'મેં ભી ચૌકીદાર અભિયાન', લોકસભા ચૂંટણીનું ફૂંક્યું બ્યૂગલ

PM મોદીએ શરૂ કર્યું 'મેં ભી ચૌકીદાર અભિયાન', લોકસભા ચૂંટણીનું ફૂંક્યું બ્યૂગલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેં ભી ચૌકીદાર' અભિયાન શરૂ કર્યું છે. પીએમે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેઓએ 'મેં ભી ચૌકીદાર' અભિયાનની સાથે લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદી આ અભિયાન હેઠળ 31 માર્ચે દેશભરના લોકો સાથે વાતચતી કરશે.

પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે આપનો ચોકીદાર દૃઢ થઈને રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટોથી લડનારા તમામ લોકો ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરનારા દરેક લોકો ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, 'મેં ભી ચૌકીદાર હું'.

આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં મેં ભી ચૌકીદાર અભિયાનની સાથે પીએમ મોદી સાથે 31 માર્ચે સાંજે 6 વાગ્યે જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, સેફ સીટથી નહી વારાણસીથી લડીને PM મોદીને આપીશ સીધી ટક્કર: ચંદ્રશેખર
First published:

Tags: Lok Sabha Elections 2019, નરેન્દ્ર મોદી, ભાજપ