BJPના સંકલ્પ પત્રને કોંગ્રેસે ગણાવ્યો 'જૂઠનો ફુગ્ગો', કહ્યું- મોદીજી જુમલાઓની કરે છે ખેતી

News18 Gujarati
Updated: April 8, 2019, 3:57 PM IST
BJPના સંકલ્પ પત્રને કોંગ્રેસે ગણાવ્યો 'જૂઠનો ફુગ્ગો', કહ્યું- મોદીજી જુમલાઓની કરે છે ખેતી
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા (ફાઇલ તસવીર)

સુરજેવાલાએ બીજેપી પર નિશાન સાધતાં કહ્યું કે બીજેપી સત્તાના નશામાં ચૂર છે. સંકલ્પ પત્ર કરતાં બીજેપીને માફીનામું આપે

  • Share this:
બીજેપીના ચૂંટણી ઢંઢેરા પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું કે બીજેપીનો સંકલ્પ પત્ર જૂઠનો ફુગ્ગો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરનસ કરી કહ્યું કે મોદીજી જુમલાઓની ખેતી કરી રહ્યા છે. મોદી સરકારનો મૂળ મંત્ર છે 'ઝાંસે મેં ફાંસો'.

સુરજેવાલાએ બીજેપી પર નિશાન સાધતાં કહ્યું કે બીજેપી સત્તાના નશામાં ચૂર છે. સંકલ્પ પત્ર કરતાં બીજેપીને માફીનામું આપે. તેઓએ કહ્યું કે બીજેપીએ પોતાની નિષ્ફળતા બીજા પર થોપી. બીજેપીએ આજ સુધી કાળા નાણા પર ચર્ચા નથી કરી. બીજેપીના શાસનમાં બેરોજગારી અતિશય વધી છે. કોંગ્રેસે કહ્યું કે બીજેપીને 125 જૂઠા વાયદાઓનો હિસાબ આપવો જોઈએ.

સુરજેવાલાએ આંકડાઓનો હવાલો આપતાં કહ્યું કે દેશમાં 4 કરોડ 70 લાખ નોકરીઓ જતી રહી. મોદીજીએ પોતાના સંકલ્પ પત્રમાં નોકરી અને રોજગારનું નામ પણ નથી લીધું. ચૂંટણી ઢંઢેરામાં નોટબંધની વાત પણ નથી કરવામાં આવી. સુરજેવાલાએ કહ્યું કે દર મહિને 45 હજાર કરોડનો લોન લેવામાં આવી.

આ પણ વાંચો, કોંગ્રેસ Vs બીજેપી: ચૂંટણી ઢંઢેરામાં રોજગાર, ગરીબી અને હેલ્થ પર કોણે કર્યો શું વાયદો?

સુરજેવાલાએ કહ્યું કે, સેનાની મજબૂતીનો વાયદો હતો પરંતુ સેનાના શૌર્યનો રાજકીય ઉપયોગ કર્યો પરંતુ ભારતીય સેના અને સૈનિક મોદીજીના અત્યાચારના શિકાર બન્યા. સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકારે દર વર્ષે 2 કરોડ રોજગારનો વાયદો કર્યો હતો. એટલે કે પાંચ વર્ષમાં દસ કરોડ પરંતુ તેનાથી ઉલટું 4 કરોડ 70 લાખ નોકરીઓ જતી રહી.

સુરજેવાલાએ કહ્યું કે બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે. વાયદો હતો કે ખેડૂતને ખર્ચ પર 50 ટકા નફો આપવાનો પરંતુ કૃષિનો હાલનો વિકાસ દર 2.9 ટકા છે. આ દરથી ખેડૂતની આવક બેગણી થવામાં 28 વર્ષ લાગી જશે.
First published: April 8, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading