Analysis: માયાવતીને બ્રાહ્મણો પર આટલો વિશ્વાસ કેમ છે?

News18 Gujarati
Updated: April 14, 2019, 3:35 PM IST
Analysis: માયાવતીને બ્રાહ્મણો પર આટલો વિશ્વાસ કેમ છે?
માયાવતી અને સતીશ ચંદ્ર મિશ્રા

UPમાં બ્રાહ્મણોની વસતી ભલે 9થી 10 ટકા છે, પરંતુ તેમને કોઈપણ બીજી જાતિથી વધુ પ્રભાવિત કરનારી માનવામાં આવે છે

  • Share this:
(અનિલ રાય)

લોકસભા ચૂંટણી 2019માં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવારોની જે યાદી સામે આવી રહી છે તેમાં એક વાત તો સ્પષ્ટ છે કે માયાવતીને સૌથી વધુ વિશ્વાસ બ્રાહ્મણો પર છે. ભલે જાતિ મુજબ ટિકિટોનો આંકડો જોઈએ તો એવું લાગે કે બસપા સુપ્રીમો માયાવતીએ સૌથી વધુ ટિકિટો દલિતોને આપી છે, પરંતુ વહેંચણીનું અસલી ગણિત સમજીએ તો એ સ્પષ્ટ થઈ જશે કે બીએસપીની યાદીમાં બ્રાહ્મણ સૌથી વધુ ફાયદામાં રહ્યા છે. રવિવાર (14 એપ્રિલ)ની યાદીમાં 11 ઉમેદવારોમાંથી 4 બ્રાહ્મણ છે. હવે તો બીએસપીની જે પેટર્ન રહી છે, તેમાં એક વાત સ્પષ્ટ છે કે લોકસભા પ્રભારી જ ઉમેદવાર થઈ રહ્યા છે. આ હિસાબથી જોઈએ તો 9 બ્રાહ્મણોને ટિકિટ મળવાની આશા છે, જ્યારે 10 દલિત હાથી પર સવાર થઈને ચૂંટણી મેદાનમાં ઉતરશે.

ધ્યાનથી જોઈએ તો દલિતોને મળનારી 10 સીટો સુરક્ષિત છે એટલે અહીં તો બીએસપી કે કોઈ પણ રાજકીય પાર્ટી દલિત ઉમેદવાર જ ઉતારી શકે છે. બીએસપી અને પાર્ટી સુપ્રીમો માયાવતીને સૌથી વધુ વિશ્વાસ બ્રાહ્મણો પર જ કેમ છે, તેની પાછળ અનેક કારણ છે.

બ્રાહ્મણોએ જ અપાવી સીએમની ખુરશી

ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણોની વસતી ભલે 9થી 10 ટકા છે, પરંતુ તેમને કોઈપણ બીજી જાતિથી વધુ પ્રભાવિત કરનારી માનવામાં આવે છે. માયાવતી તેની અસર 2007ની વિધાનસભા ચૂંટણીમાં જોઈ પણ ચૂકી છે. પાર્ટીએ પહેલીવાર બ્રાહ્મણ-દલિત ગઠબંધનનો પ્રયોગ કરી 89 સીટો બ્રાહ્મણોને આપી, જેની અસર જોવા મળી. તેના 74 ઉમેદવાર જીત્યા. બીએસપી પહેલીવાર 207 સીટો જીતીને પૂર્ણ બહુમતની સાથે સરકારમાં આવી. પાર્ટીનો વોટ ટકાવારી પણ 2002ની વિધાનસભા ચૂંટણીના મુકાબલે લગભગ 23 ટકાથી વધીને 30 ટકાના આંકડાને પાર કરી ગઈ.આ પણ વાંચો, કઠુઆમાં પીએમ મોદીએ કહ્યું, 'જમ્મુના મતદાતાઓએ પાક. પ્રેમીઓને જડબાતોડ જવાબ આપ્યો'

બ્રાહ્મણ માયાના સૌથી જૂના અને વિશ્વાસપાત્ર સાથી

માયાવતીના રાજનીતિમાં પ્રવેશ કરવાથી લઈને અત્યાર સુધીના ચહેરાઓ પર નજર નાખીએ તો બે જ ચહેરા છે જે પાર્ટીમાં બચ્યા છે. પહેલા સુખદેવ રાજભર અને બીજા રામવીર ઉપાધ્યાય. માયાવતીની પહેલી કેબિનેટના બાકી ચહેરા તેમનો સાથ છોડી ચૂક્યા છે. માયાવતીના નજીકના જે બીજા બ્રાહ્મણ ચહેરા છે તે છે, સતીશચંદ્ર મિશ્ર. જેમની પર માયાવતી હાલમાં સૌથી વધુ ભરોસો કરે છે. સતીશચંદ્ર મિશ્રને મિશ્રને માયાવતીના સંકટ મોચક માનવામાં આવે છે. મિશ્ર માયાવતીની સાથે ત્યારે આવ્યા જ્યારે તેઓ તમામ કાયદાકિય મુશ્કેલીઓમાં ફસાયેલા હતા. મિશ્રએ બીએસપી સુપ્રીમોને કાયદાકિય મુશ્કેલીથી બચાવ્યા ઉપરાંત બ્રાહ્મણ-દલિત ગઠબંધન બનાવીને પહેલીવાર પૂર્ણ બહુમતની સરકાર પણ બનાવડાવી. સ્પષ્ટ છે કે, માયાવતીનો આ જ વિશ્વાસ આ લોકસભા ચૂંટણીમાં બ્રાહ્મણ નેતાઓને વધુમાં વધુ ટિકિટ અપાવવામાં સફળ રહી છે.
First published: April 14, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading