Home /News /national-international /LPG Price 1st Jan 2023: નવા વર્ષના પ્રથમ દિવસે જ દેશવાસીઓને મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો

LPG Price 1st Jan 2023: નવા વર્ષના પ્રથમ દિવસે જ દેશવાસીઓને મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો

lpg cylinder rate

નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે, 1 જાન્યુઆરી 2023ના રોજ એલપીજી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. આજે ઘરેલૂ અને કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના રેટ અપડેટ થઈ ગયા છે.

નવી દિલ્હી: નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે, 1 જાન્યુઆરી 2023ના રોજ એલપીજી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. આજે ઘરેલૂ અને કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના રેટ અપડેટ થઈ ગયા છે. નવા વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીથી પટના સુધી મોંઘા થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં ઘરેલી એલપીજી સિલિન્ડરના ભાવમાં 5 વાર ફેરફાર થયા અને દરેક વખતે સિલિન્ડર મોંઘો થયો છે.

આ પણ વાંચો: Happy New Year 2023: દેશ અને દુનિયામાં નવા વર્ષનું શાનદાર સ્વાગત, જુઓ ક્યાં કેવી રીતે થઈ ઉજવણી

આજે એટલે કે, 1 જાન્યુઆરી 2023ના રોજ ઘરેલૂ એલપીજી સિલિન્ડરના રેટમાં તો કોઈ ફેરફાર થયો નથી, પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના રેટમાં 25 રૂપિયાનો વધારો કરવામા આવ્યો છે. હવે દિલ્હીમાં આ એલપીજી સિલિન્ડર 1769 રૂપિયા, તો કોલકાતામાં 1870 રૂપિયામાં મળશે. મુંબઈમાં તેની કિંમત 1721 રૂપિયા તો, ચેન્નાઈમાં 1917 રૂપિયામાં મળશે.

આપને જણાવી દઈએ કે, 6 જૂલાઈ 2022ના રોજ 14.2 કિલોવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા હતા. તો વળી ગ્રાહકોના ખિસ્સા પર પણ બોજ વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 153.5 રૂપિયા મોંઘો થયો છે.

ઘરેલૂ એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘો


વર્ષ 2022માં 14 કિલોવાળો ઘરેલૂ એલપીજી સિલિન્ડર લગભગ 154 રૂપિયા મોંઘો થયો છે. તો વળી ઠીક તેની ઉલ્ટા 19 કિલોવાળો સિલિન્ડર 357 રૂપિયા સસ્તો થયો છે. આ દરમિયાન 19 કિલો વાળો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના રેટમાં કુલ 18 વાર ફેરફાર થયો છે. તેમાં 12 વાર સિલિન્ડર સસ્તો થયો અને ફક્ત 6 વાર મોંઘો થયો. વાદળી રંગના એલપીજી સિલિન્ડરના ભાવમાં એક નવેમ્બર 2022ના રોજ બદલાયા હતા. અને દિલ્હીમાં તે 1860 રૂપિયાથી 1744 રૂપિયા પર આવી ગયો હતો. આ વર્ષે પહેલી વાર 25 રૂપિયાથી વધીને 1769 રૂપિયા પર પહોંચી ગયો હતો.
First published:

Tags: LPG culinder Latest Price, LPG Price Hike

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો