Home /News /national-international /

Safety tips: ગેસના સિલિન્ડરમાં આગ લાગે તો શું કરવું? અહીં જાણો શું કહે છે ફાયર એક્સપર્ટ

Safety tips: ગેસના સિલિન્ડરમાં આગ લાગે તો શું કરવું? અહીં જાણો શું કહે છે ફાયર એક્સપર્ટ

ઉનાળાની સિઝનમાં (Summer season)તાપમાન (Temperature)માં વધારો થવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા (પ્રતિકાત્મક તસવીર)

LPG Gas Cylinder Safety Tips - ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક બની શકે છે. સિલિન્ડર ફાટ્યા બાદ આખું ઘર તેની ઝપેટમાં આવી શકે છે અને અકસ્માત ખૂબ જ ગંભીર બની જાય છે

ઉનાળાની સિઝનમાં (Summer season)તાપમાન (Temperature)માં વધારો થવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. ઘણી વખત આગ (Fire) લાગવાના બનાવો પાછળ ઘરોમાં માલની જાળવણીની જાણકારીનો અભાવ, અજ્ઞાનતા કે બેદરકારી હોય છે. ઘરોની વાત કરીએ તો આગ લાગવાના મોટા ભાગના કેસ રાંધણ ગેસના કારણે થાય છે. રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડર (Gas Cylinder) લીકેજ થવાથી, સળગતા સ્ટવના સંપર્કમાં કપડું કે જ્વલનશીલ પદાર્થ આવવાથી કે પછી કોઈ અન્ય બેદરકારીના કારણે પણ આગ લાગે છે.

ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક બની શકે છે. સિલિન્ડર ફાટ્યા બાદ આખું ઘર તેની ઝપેટમાં આવી શકે છે અને અકસ્માત ખૂબ જ ગંભીર બની જાય છે

આ બાબતે ન્યૂઝ18 હિન્દી સાથે વાત કરતા દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, આગ ગમે ત્યારે અને ગમે ત્યાં લાગી શકે છે, પરંતુ દર વર્ષે ઉનાળા (Summer)ની સિઝન એપ્રિલ, મે અને જૂન મહિનામાં આગ લાગવાની સૌથી વધુ ઘટનાઓ બનતી હોવાનું જોવા મળે છે. આગ મકાનો, હોસ્પિટલો, કચેરીઓ, ઊંચી ઇમારતો, ઝુંપડપટ્ટીઓ સહિતના અનેક સ્થળોએ લાગી શકે છે, પરંતુ ઘરો સિવાયના મોટાભાગના સ્થળોએ આગને કાબૂમાં લેવાની વ્યવસ્થા હોય છે.

આગના કારણે ઘરોમાં મોટું નુકસાન થાય છે. ઘરોમાં રાખેલા સિલિન્ડર આગને ભયંકર રૂપ આપવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો લોકો દ્વારા સાવચેતી રાખવામાં આવે અને થોડી ઘણી જાગૃતિ લાવવામાં આવે તો આ પ્રકારની આગને રોકી શકાય છે. આ સાથે જ આગને કંટ્રોલ કરવાની થોડી પ્રેક્ટિકલ માહિતી હોય ત્યારે આગને વધતી અટકાવી શકાય છે.

આ પણ વાંચો - કોલસાની અછત અને પરિવહનની સમસ્યા સિવાય વીજ સંકટ પાછળ આ મુખ્ય કારણો છે જવાબદાર

ગેસ સિલિન્ડરમાં આગ લાગે તો શું કરવું?

અતુલ ગર્ગનું કહેવું છે કે, મહિલા કે પુરુષ રસોડામાં કામ કરતા હોય ત્યારે તેમને કેટલીક બેઝિક વસ્તુઓનું ભાન હોવું જોઈએ. યાદ રાખો કે, રસોડામાં આગ લાગે ત્યારે ગેસના સળગતા બર્નરના સંપર્કમાં કોઈ વસ્તુ આવે છે અને તે આગ પકડે છે અથવા ગેસ સ્ટોવ પાઇપમાં આગ લાગે છે અને પછી તે સિલિન્ડર સુધી જવા લાગે છે. જેના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થઈ શકે છે અને ગેસ ફેલાઈ જવાથી આગ ફેલાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં નીચે મુજબના પગલાં લઈ શકાય છે.

- સિલિન્ડર લીક થઈ રહ્યો હોય તો તેને તરત જ બંધ કરી દો અને તેને બહાર કાઢીને બદલી નાંખો.

- ગેસ સ્ટવ કે પાઇપમાં આગ લાગે તો ગેસનો નોબ બંધ કરી દો. આનાથી આગ તરત જ બુઝાઈ જશે અને સિલિન્ડરમાં નહીં જાય

- પાઇપમાં આગ લાગી હોય અને આગળ વધતી હોય તો ગેસનો નોબ કે સિલિન્ડરના કોઇ પણ એક રેગ્યુલેટરને બંધ કરશો તો આગ આગળ વધી શકશે નહીં.

- ગેસ લીક થવાને કારણે જો સિલિન્ડરમાં આગ લાગી હોય તો ગભરાશો નહીં, સિલિન્ડર તરત જ ફાટશે નહીં, તે પહેલા કોઇ પણ કોટનની ચાદર, બ્લેન્કેટ કે મોટો ટોવેલ પાણીમાં પલાળીને તરત જ સિલિન્ડર પર લપેટી દો. આનાથી આગ બુઝાઈ જશે. તમારા ઘરમાં કોઈ ફાયર એક્સ્ટિંગ્યૂશર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

- ગેસના નોબમાં જ આગ લાગે તો તેના પર તરત જ ભીનું કપડું લગાવી દો, જેથી આગ તરત જ બુઝાઈ જશે.

- સિલિન્ડર પર ચાદર લપેટતી વખતે રેગ્યુલેટરને તરત જ બંધ કરી દો. આનાથી આગ બુઝાઈ જશે.

- ઘરમાં હંમેશા થોડું પાણી સંગ્રહિત રાખો. રસોડામાં ક્યારેય ગેસને સળગતો રાખીને ન જાવ.
First published:

Tags: Fire sefty, Gas cylinder, LPG Gas Cylinder

આગામી સમાચાર