સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ થઇ મોંઘવારીથી, ગેસના ભાવમાં વધારો

ઓયલ માર્કેટિંગ કંપનીએ 1 સપ્ટેમ્બરથી વગર સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 16 રૂપિયા સુધી વધારી છે.

ઓયલ માર્કેટિંગ કંપનીએ 1 સપ્ટેમ્બરથી વગર સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 16 રૂપિયા સુધી વધારી છે.

 • Share this:
  સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મોંઘવારીની સાથે થઇ છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસથી જ લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે. ઓયલ માર્કેટિંગ કંપનીએ 1 સપ્ટેમ્બરથી વગર સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 16 રૂપિયા સુધી વધારી છે. તો બીજી બાજુ ઇંદ્રપ્રસ્થ ગેસ IGLએ CNGની કિંમતમાં 50થી 55 પૈસા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. રસોઇ ગેસ અને સીએનજીની કિંમતમાં વધારાથી વાહનવ્યવહાર ક્ષેત્રે લોકોને વધુ માર પડશે.

  દેશની સૌથી મોટી ઓયલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓયલ કોર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે રાજધાની દિલ્હીમાં આજથી વગર સબસિડીવાળા 14.2 કિલોગ્રામના રસોઇ ગેસ સિલિન્ડર 590 રૂપિયાનો મળશે. ઓગસ્ટમાં તેની કિંમત 574.50 રૂપિયા હતી. તો હવે કોલકત્તામાં સિલિન્ડર 601ની જગ્યાએ 616.50 રૂપિયા, મુંબઇમાં 546.50ની જગ્યાએ 562 રૂપિયા અને ચેન્નઇમાં 590.50ની જગ્યાએ 606.50 રૂપિયામાં સિલિન્ડર મળશે. આ સિવાય 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા, કોલકત્તામાં 1114.50 રૂપિયા, મુંબઇમાં 1008.50 રૂપિયા અને ચેન્નઇમાં 1174.50 રૂપિયા છે. છેલ્લા બે મહિના સિલિન્ડરની કિંમતમાં સતત ઘટાડા બાદ વધારો કરવામાં આવ્યો છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ કાર ઇન્શ્યોરન્સ લેવા માંગો છો? એક વર્ષ માટે લેશો તો થશે આટલો ફાયદો

  દિલ્હી NCRમાં CNGની કિંમત વધી

  દિલ્હી એનસીઆરમાં IGLએ CNGના ભાવમાં વધારો કર્યો છે. IGLએ દિલ્હી એનસીઆર, નોઇડા, ગાઝિયાબાદ અને ગુરગ્રામમાં સીએનજીના દામમાં વધારો કર્યો છે. દિલ્હી, રેવાડી, ગુરુગ્રામ અને કરનાલમાં 50 પૈસા તો નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં સીએનજી 55 પૈસા મોંઘી થઇ છે.

  ઇંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ હજુ પણ રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે CNG ભરનારાને 1.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામની છૂટ આપશે. આ છૂટ દિલ્હી, નોએડા, ગ્રેટર નોએડા અને ગાઝિયાબાદમાં મળશે.
  Published by:Sanjay Vaghela
  First published: