Home /News /national-international /‘ભગવાન હવે એક જ જ્ઞાતિમાં જન્મ આપજે...’ પરિવાર લગ્ન માટે રાજી ના થયો તો પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું

‘ભગવાન હવે એક જ જ્ઞાતિમાં જન્મ આપજે...’ પરિવાર લગ્ન માટે રાજી ના થયો તો પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું

પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું

Sirsa News: હરિયાણમાં આવેલા સિરસા (Sirsa)માં એક અજીબ ઘટના સામે આવી છે. સિરસા બાયપાસ રોડ પર સ્થિત ઝોપરા પાસે એક અનાજ બજારની ખાલી જગ્યામાંથી રવિવારે મોડી રાત્રે એક યુવક અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. તે બાદ સોમવારે પોલીસે યુવક અને યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
હરિયાણમા આવેલા સિરસામાં એક અજીબ ઘટના સામે આવી છે. સિરસા બાયપાસ રોડ પર સ્થિત ઝોપરા પાસે એક અનાજ બજારની ખાલી જગ્યામાંથી રવિવારે મોડી રાત્રે એક યુવક અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. તે બાદ સોમવારે પોલીસે યુવક અને યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મળતી વિગતો પ્રમાણે આત્મહત્યા પહેલા યુવકે સ્યુસાઈડ નોટ લખી તેના મોત માટે તેના મામા અને કાકાના પુત્રને જવાબદાર ઠેરવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, છોકરો અને છોકરી બન્ને અલગ-અલગ જાતિના હોવાથી પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા. યુવતી એક ચોક્કસ સમુદાયની હતી. જેથી સુસાઇડ નોટના આધારે સદર પોલીસ સ્ટેશને બંને સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો અને આગળની તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: રેરાના નવા ચેરમેન કોણ બનશે? બિલ્ડર લોબીનો જીવ તાળવે ચોંટ્યો, પંકજ કુમારનું નામ ચર્ચામાં

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી


મળતી વિગતો પ્રમાણે રવિવારે મોડી રાત્રે બાયપાસ રોડ પર આવેલા ઝૂંપડાના વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે, અનાજ માટે પડેલી ખાલી જગ્યામાં એક યુવક અને યુવતીની લાશ પડી છે. બજાર નજીકમાં એક કાર પણ ઉભી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં મોકલી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સંઘપ્રદેશ દમણના કચીગામની એક વાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

લાશ પાસેથી સ્યુસાઈ નોટ મળી આવી


ઉલ્લેખનીય છે કે, મૃતદેહની તપાસ કર્યા બાદ યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે યુવકની ઓળખ 25 વર્ષીય અરુણ કુમાર તરીકે થઈ હતી, જે હનુમાનગઢના સરતોડા ગામના રહેવાસી છે અને યુવતીની ઓળખ 23 વર્ષીય નિશા તરીકે થઈ હીતી. યુવતી હનુમાનગઢના ભદ્રા તહસીલના ગામ ચાનીની રહેવાસી છે.

આ પણ વાંચો: તમે બજાર કિંમત કરતાં અડધા ભાવે મળનારી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો પછી...

પોલીસે કાર્યવાહી હાથ ધરી


અત્યારે પોલીસે આઈડીના આધારે બંનેના પરિવારજનોને જાણ કરી હતી. યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે પરીક્ષા આપવા ગઈ હતી. સોમવારે બંનેના સંબંધીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેના મૃતદેહ પરિજનોને સોંપ્યા છે. સુસાઇડ નોટના આધારે યુવકના મામા ઓમપ્રકાશ અને કાકાના પુત્ર રાજકુમાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: આખરે બોડકદેવ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું લોકાર્પણ, 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કરવામાં આવ્યું

લગ્ન કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી


ઉલ્લેખનીય છે કે, મૃતક અરુણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના મોત માટે તેના મામા અને કાકાનો પુત્ર જવાબદાર છે. પ્રેમ લગ્ન કરાવવા માટે બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તેણે જીવનનો અંત આણ્યો હતો. તમને જણાવી દઈએ કે યુવક અને યુવતી બે અગલ અગલ વર્ગના છે. આવી સ્થિતિમાં બંનેના લગ્ન ન થવાના કારણે તેઓએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો.
First published:

Tags: Commit suicide, Lover Suicide, Suicide case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો