પ્રેમી સાથે ભાગી પ્રેમિકા, બદનામ થઈ ગયો Tiger, જુઓ શું છે પુરો મામલો
UP Bahraich : યુપીમાં વાઘને છોકરી ભગાડવા માટે બદનામ થવું પડ્યું હતું. યુપીમાં એક છોકરીના અફેરને કારણે વાઘ બદનામ થઈ ગયો, પ્રેમિકા ગામનાં પ્રેમી સાથે ભાગી ગઈ અને વાઘ દોષીત જાહેર થયો. પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જંગલમાં શોધવા છતાં બીજા દિવસે સાંજ યુવતીની કોઈ ખબર હાથ ન લાગતાં, પોલીસે બીજા એંગલથી તપાસ શરૂ કરી અને ભેદ ઉકેલાઈ ગયો
UP Bahraich : યુપીમાં વાઘને છોકરી ભગાડવા માટે બદનામ થવું પડ્યું હતું. યુપીમાં એક છોકરીના અફેરને કારણે વાઘ બદનામ થઈ ગયો, પ્રેમિકા ગામનાં પ્રેમી સાથે ભાગી ગઈ અને વાઘ દોષીત જાહેર થયો. પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જંગલમાં શોધવા છતાં બીજા દિવસે સાંજ યુવતીની કોઈ ખબર હાથ ન લાગતાં, પોલીસે બીજા એંગલથી તપાસ શરૂ કરી અને ભેદ ઉકેલાઈ ગયો
બહરાઈચ : અત્યાર સુધી આપણે વાઘ (Tiger) ને એક શિકારી પ્રાણી તરીકે ઓળખતા હતા, પરંતુ યુપીમાં વાઘને છોકરી ભગાડવા માટે બદનામ થવું પડ્યું હતું. (unique Love story) યુપીમાં એક છોકરીના અફેરને કારણે વાઘ બદનામ થઈ ગયો છે. (Lovers Ran Away)આ કિસ્સો યુપીના બહરાઈચથી આવ્યો છે, જ્યાં પ્રેમ પ્રકરણમાં બિચારો વાઘ બદનામ થઈ ગયો, કારણ કે પ્રેમિકા ગામનાં પ્રેમી સાથે ભાગી ગઈ અને વાઘ દોષીત જાહેર થયો.
વાસ્તવમાં ઘટના એમ છે કે, સુજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની 18 વર્ષની યુવતીને તેના ગામના જ એક છોકરા સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ પ્રકરણમાં બંનેએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો, કે સાંજે જ્યારે સૂરજ આથમશે ત્યારે બંને ઘરેથી ભાગી જશે. યુવતી શનિવારે રાત્રે પાણી લેવાના બહાને ઘરની બહાર ગઈ હતી અને ત્યાંથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરંતુ તેની માતાએ પોલીસને જણાવ્યું કે વાઘ તેની છોકરીને જંગલમાં લઈ ગયો હતો.
માતાના નિવેદન પછી બીજા પોલીસ સ્ટેશનના પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ તેમની આખી ટીમ અને બે હાથીઓ સાથે જંગલોમાં પીછો કરવાનું શરૂ કર્યું. બીજા દિવસે સાંજ સુધી યુવતીની કોઈ ખબર હાથ ન લાગતાં, પોલીસે બીજા એંગલથી તપાસ શરૂ કરી. ગામના અન્ય લોકો પાસેથી યુવતીનો ઈતિહાસ જાણ્યા બાદ, પોલીસે તે જ ગામમાંથી અચાનક ગાયબ થયેલા છોકરાનો મોબાઈલ નંબર સર્વેલન્સ પર મુક્યો હતો. આ પછી તમામ ભેદ ઉકેલાઈ પોલીસ સામે આવી ગયા. પોલીસે નાનપરા કોતવાલી વિસ્તારમાંથી યુવતી અને તેના પ્રેમી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે પ્રેમી સહિત 3 લોકો સામે અપહરણનો ગુનો નોંધી, પ્રેમી સહિત ત્રણને જેલના હવાલે કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર