Home /News /national-international /

હેવાનીયતની હદ! Loversએ મિત્રોને Live દેખાડ્યો ગર્લફ્રેન્ડનો ગેંગરેપ, Video પણ કર્યો વાયરલ

હેવાનીયતની હદ! Loversએ મિત્રોને Live દેખાડ્યો ગર્લફ્રેન્ડનો ગેંગરેપ, Video પણ કર્યો વાયરલ

પ્રતિકાત્મક તસવીર

તેણે તેને માર માર્યો હતો અને તેના મિત્રો સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં પ્રેમી અને તેના સાથીઓએ ગેંગરેપનો એક વીડિયો પણ બનાવ્યો હતો

    આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક પ્રેમીએ તેની પોતાની પ્રેમિકા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે. બરાદહ પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીને પ્રેમીને કપડા દેખાડવાના બહાને પહેલા ફોન કરી બોલાવી. ત્યારબાદ તેને જૌનપુર જિલ્લાના ગૌરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લઈ જઈ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં ગેંગરેપની ઘટના તેના મિત્રોને વીડિયો કોલિંગ દ્વારા બતાવવામાં આવી હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

    બળાત્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખુબ વાયરલ થયો હતો. આ કેસમાં પોલીસે ગર્લફ્રેન્ડની ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. શુક્રવારે મહિલા સંગઠનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    પોલીસે કાર્યવાહીની તૈયારી હાથ ધરી છે

    ઉલ્લેખનીય છે કે, બરદહ પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. નવા વર્ષના પહેલા દિવસે પ્રેમિકાને નવા કપડા અપાવવાના બહાને ફોન કરી બરદાહ માર્કેટમાં બોલાવી હતી. ત્યારબાદ, ગર્લફ્રેન્ડ બજારમાં જવા માટે ઘરની બહાર નીકળી હતી. પીડિતાના કહેવા પ્રમાણે, બજાર પહોંચતા પહેલા પ્રેમી તેને તેના સાથીદારો સાથે અપહરણ કરી જૌનપુર જિલ્લાના ગૌરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં લઈ ગયો હતો.

    આ પણ વાંચો - Love મેરેજનો કરૂણ અંત : '15 દિવસ પહેલા જ કર્યા હતા લગ્ન, પ્રેરણાનો આપઘાત શંકાસ્પદ'

    અહીં તેણે તેને માર માર્યો હતો અને તેના મિત્રો સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં પ્રેમી અને તેના સાથીઓએ ગેંગરેપનો એક વીડિયો પણ બનાવ્યો હતો. પ્રેમી અને તેના હાથીઓની ચુંગાલમાંથી છૂટકારો મેળવ્યા બાદ યુવતી ઘરે પહોંચી હતી અને પરિવારના સભ્યોને વાત કરી હતી.

    આ પણ વાંચો - આ પણ વાંચો - મોતના તાંડવનો Live Video : નશામાં ધૂત ટ્રક ડ્રાઈવર કારને 500 મીટર ઘસડી લઈ ગયો

    આ દરમિયાન પ્રેમી અને તેના સાથીઓએ યુવતીના ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ત્યારે, આ સમગ્ર મામલામાં પોલીસ અધિક્ષક સુધીરકુમાર સિંહ કહે છે કે, યુવતીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવશે અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર