પ્રેમીએ રસ્તા વચ્ચે પ્રેમીકાને ગોળી મારી પતાવી દીધી, પછી પોતે પણ કરી આત્મહત્યા

પ્રેમીએ રસ્તા વચ્ચે પ્રેમીકાને ગોળી મારી પતાવી દીધી, પછી પોતે પણ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

નિધિના પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ ન હતા. આ કારણોસર, નિધિના પરિવારે નિધિના લગ્ન અન્ય જગ્યા પર નક્કી કર્યા હતા

 • Share this:
  મુંબઈ : મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં બાંગુર નગર પોલીસ સ્ટેશન અંતર્ગત 4 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકની આસપાસ એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. અહીં એક પ્રેમીએ રસ્તામાં તેની પ્રેમિકાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી તેણે જાતે જ ગોળી ચલાવી આત્મહત્યા કરી લીધી હતી. મલાડ વેસ્ટમાં લિંક રોડ પર ઈનોર્બિટ મોલ પાછળ બીચ રોડ પર થયેલા ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

  મુંબઈ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી, 28 વર્ષીય પ્રેમી રાહુલ યાદવ કાંદિવલી, પશ્ચિમ ગણેશ નગરના લાલજી પાઢાનો રહેવાસી હતો અને તેની પ્રેમિકા નિધિ મિશ્રા મલાડ ભૂતપૂર્વ કુરાર ગામમાં રહેતી હતી.  પોલીસના જણાવ્યા અનુસાર બંને ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. પરંતુ નિધિના પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ ન હતા. આ કારણોસર, નિધિના પરિવારે નિધિના લગ્ન અન્ય જગ્યા પર નક્કી કર્યા હતા. જ્યારે આરોપી રાહુલને માહિતી મળી કે, નિધિના લગ્ન તેના પરિવારના સભ્યો અને બીજે નક્કી કર્યા છે, ત્યારે તે ગુસ્સાથી પાગલ થઈ ગયો.

  આ પણ વાંચોઅંધવિશ્વાસની હદ! 'તારી પત્ની ચૂડેલ છે', પતિની નજર સામે પત્નીને ઢોર માર મારી પતાવી દીધી, બાદમાં લાશને લટકાવી

  નિધિ સાથે વાત કરવા રાહુલે 4 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યે તેને મલાડ બોલાવી હતો. બંને વચ્ચે વાતચીત થોડો સમય ચાલુ રહી, પણ અચાનક જ બંનેમાં ઝગડો શરૂ થઈ ગયો. તે પછી ગુસ્સામાં રાહુલે દેશી કટ્ટો બહાર કાઢી અને નિધિને માથામાં ગોળી મારી દીધી. થોડા સમય પછી તેણે ફરીથી બંદુક ઉઠાવી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

  આ પણ વાંચો - અરવલ્લીમાં હૃદયદ્વાવક ઘટના: બે બાળકો અને માતા-પિતાએ સામુહિક આપઘાત કરતા ચકચાર

  આ ઘટનામાં બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મુંબઈમાં ફાયરિંગની ઘટના સાંભળ્યા બાદ મુંબઈ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુંબઇ પોલીસનું કહેવું છે કે, આ ઘટના પાછળનો હેતુ શું હોઈ શકે તે દરેક એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ.
  Published by:kiran mehta
  First published:January 06, 2021, 22:07 pm

  ટૉપ ન્યૂઝ