Home /News /national-international /હૈવાનિયત: ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો નવો આફતાબ, ગર્લફ્રેન્ડના 6 ટુકડા કરી કુવામાં ફેંકી દીધી

હૈવાનિયત: ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો નવો આફતાબ, ગર્લફ્રેન્ડના 6 ટુકડા કરી કુવામાં ફેંકી દીધી

ઘટનાનો પોલીસે ખુલાસો કર્યો

આ ઘટના આઝમગઢના અહરૌલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. પોલીસે જણાવ્યું છે કે, કુવામાંથી મળી આવેલી લાશ આરાધના નામની મહિલાની હતી. પોલીસે આ ઘટનાના આરોપી એવા પ્રિન્સ યાદવની ધરપકડ કરી લીધી છે.

  આઝમગઢ: હજૂ શ્રદ્ધા વાલકરની હત્યાનો મામલો ઠંડો નથી પડ્યો ત્યાં ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી આવી રીતે એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસને લગભગ છ દિવસ પહેલા એક છોકરીની લાશ મળી આવી હતી. જેના કેટલાય ટુકડા થયેલા હતા. પોલીસે જણાવ્યું છે કે, લાશને કુવામાંથી કાઢવામાં આવી હતી. જેનું માથુ કપાયેલું હતું. આ ઘટના આઝમગઢના અહરૌલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. પોલીસે જણાવ્યું છે કે, કુવામાંથી મળી આવેલી લાશ આરાધના નામની મહિલાની હતી. પોલીસે આ ઘટનાના આરોપી એવા પ્રિન્સ યાદવની ધરપકડ કરી લીધી છે.

  પોલીસ ઈન્સપેક્ટર અનુરાગ આર્યએ જણાવ્યું છે કે, પ્રિન્સ આરાધનાના લગ્ન બીજા સાથે કરી દેતા નારાજ હતો. એટલા માટે તેણે હત્યાનો પ્લાન બનાવ્યો. અધિકારીએ જણાવ્યું છે કે, આ ષડયંત્રમાં તેના માતા-પિતા, બહેન, મામા-મામી, ભાઈ અને તેની પત્નીઓ પણ સામેલ છે. આખી ઘટના દરમિયાન પ્રિન્સના મામાનો દીકરો સર્વેશ પણ તેની સાથે રહેતો. તેમણે જણાવ્યું છે કે, પોલીસે આરોપી પ્રિન્સ યાદવને 19 નવેમ્બરની રાતે ધરપકડ કરી લીધી છે.

  આ પણ વાંચો: આ તે કેવી ક્રૂરતા,શ્રદ્ધા નોનવેજ ખાવાની ના પડતી તો આફતાબ તેને મારતો, શ્રદ્ધાની મદદગારે જણાવી હકીકત

  હત્યામાં પ્રિન્સના આખા પરિવારે સાથ આપ્યો


  પોલીસે જ્યારે રવિવારે તેની ધરપકડ કરવા માટે પહોંચી તો, તેણે પોલીસની ટીમ પર ગોળીઓ ચલાવી અને જવાબી ફાયરિંગમાં પ્રિન્સ પણ ઘાયલ થયો. પોલીસ ઈંસ્પેક્ટરે જણાવ્યું છે કે, પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા લાકડી, તમંચો, કારતૂસ અન્ય ધારદાર હથિયારો પણ જપ્ત કર્યા છે. ઘટનામાં સામેલ પ્રિન્સનો મામાનો દીકરો સર્વેશ પર 25 હજારનું ઈનામ પણ હતું. તેની સાથે અન્ય આરોપીઓમાં પ્રમિલા યાદવ, સુમન, રાજારામ, કલાવતી, મંજૂ અને શીલા યાદવની હાલમાં શોધ થઈ રહી છે.

  16 નવેમ્બરે કેટલાય ટુકડામાં મળી આવી લાશ


  અહીં ઉલ્લેખનિય છે કે, ગત 16 નવેમ્બરે ગૌરીપુરા ગામની રોડ પર યુવતીની લાશ કેટલાય ટુકડામાં મળી આવી હતી. આ ઘટનાના ખુલાસા માટે પોલીસે પાંચ ટીમો બનાવી હતી. પોલીસનો હાથે પહેલો પુરાવો એ મળ્યો કે, જ્યારે યુવતીની ઓળખાણમાં ઈસહાકપુર ગામની રહેવાસી કેદાર પ્રજાપતિ પોતાની પુત્રી આરાધના તરીકે કરી હતી. ધીમે ધીમે આ આખો કેસ પ્રિન્સની વિરુદ્ધમાં ગયો. પ્રિન્સ ખાડી દેશ શારજહામાં લાકડા કાપવાનું કામ કરતો. તેનો આરાધના સાથે પ્રેમ પ્રસંગ હતો, જો કે, ફેબ્રુઆરી 2022માં તેના લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા અને તે શારજાહથી ઘરે પાછો આવી ગયો.

  ફરવાના બહાને બોલાવી અને કેટલાય ટુક઼ડા કરી નાખ્યા


  ત્યાર બાદ તેણે આરાધના સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી પણ સફળ થયો નહીં. તેણે આ વિશે તેના માતા-પિતા સાથે વાત કરી. તેથી તેનો પરિવાર પણ આરાધનાની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયો. બાદમાં પ્રિન્સે આ પ્લાનમાં અશરફપુરમાં રહેતા પોતાના મામા અને તેના આખા પરિવારને આ ષડયંત્રમાં સામેલ કર્યો. પોલીસને જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરના રોજ પ્રિન્સે પોતાના મામાના દીકરા સર્વેશ સાથે મળીને ભૈરવ ધામ ફરવા માટે આરાધનાના બોલાવી અને એક રેસ્ટોરન્ટમાં લઈ ગયા.


  ત્યાર બાદ ત્યાંથી પોતાના મામાના ગામમાં આવેલા એક શેરડીના ખેતરમાં બળજબરીપૂર્વક ખેંચીને લઈ ગયા. જ્યાં સર્વેશ અને પ્રિન્સે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યાર બાદ શેરડીના ખેતરમાં પડેલા ધારદાર હથિયારથી લાશના ટુકડા કરી નાખ્યા અને પોલીથિનમાં પેક કરી લીધા. ત્યાર બાદ ગૌરીપુરા ગામની નજીક લાશના ટુકડા કુવામાં ફેંકી દીધી. જ્યારે તેના માથાને ત્યાંથી થોડી દૂર આવેલા એક તળાવમાં ફેંકી દીધું.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Crime news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन