લગ્ન કરવા માટે કોર્ટ પહોંચ્યું પ્રેમી યુગલ, ધર્મ અલગ હોવાથી લોકોએ યુવકને ઢીબી નાખ્યો

News18 Gujarati
Updated: July 24, 2018, 4:37 PM IST
લગ્ન કરવા માટે કોર્ટ પહોંચ્યું પ્રેમી યુગલ, ધર્મ અલગ હોવાથી લોકોએ યુવકને ઢીબી નાખ્યો
ફાઇલ તસવીર

મધ્યપ્રદેશમાં રહેનારા એક મુસ્લિમ યુવકની ગાઝિયાબાદમાં સોમવારે ભારે પીટાઇ થઇ હતી.

  • Share this:
મધ્યપ્રદેશમાં રહેનારા એક મુસ્લિમ યુવકની ગાઝિયાબાદમાં સોમવારે ભારે પીટાઇ થઇ હતી. યુવક સાથે મારપીટનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ યુવક બિઝનૌરની રહેનારી એક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા માટે મેરેજ રજીસ્ટ્રાર પાસે પહોંચ્યો હતો. કોર્ટમાં લગ્નની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ કેટલાક યુવક પરિસરમાં ઘુસી આવ્યા હતા. અને યુવકને મારવા લાગ્યા હતા.

માર મારનાર યુવકોનો આરોપ હતો કે, મુસ્લિમ યુવક હિન્દુ યુવતી લલચાવીને પોતાની જાળમાં ફસાવી છે. હવે તે યુવતી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. જોકે, વીડિયો સામે આવ્યા પછી પોલીસે આખા મામલાને જાતે ધ્યાનમાં લઇને અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધી છે. શહેર એસપી આકાશ તોમરના કહેવા પ્રમાણે યુવક અને યુવતી બંને પુખ્ત છે. તેઓ પોતાની મરજીથી લગ્ન કરી રહ્યા છે. જે લોકોએ તેમની સાથે આવો વ્યવહાર કર્યો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બિજનૌરની રહેનારી યુવતી અને મધ્યપ્રેદેશનો યુવક. બંને નોઇડા સ્થિત એક કંપનીમાં જોર કરે છે. બંને પુખ્ત છે. સોમવારે બંને લગ્ન રજીસ્ટ્રારની ઓફિસે લગ્ન માટે પહોંચ્યા હતા. બસ આજ સમયે કોઇને આ અંગે ગંધ આવી ગઇ તો લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો.
First published: July 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading