"...હવે જય અનુસંધાન" : જાણો 'લવલી સ્વીટ્સ'થી 'લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી'ની રોચક સફર

News18 Gujarati
Updated: January 4, 2019, 7:33 AM IST

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

PM નરેન્દ્ર મોદી ગુરુવારે પંજાબ પ્રવાસે છે, અહીં તેઓએ જલંધરમાં 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું સાથે જ પીએમએ કહ્યું કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ દેશને એક નારા આપ્યા, જય જવાન, જય કિશાન અને જય વિજ્ઞાન, હવે હું આ નારામાં જય અનુસંધાન પણ જોડું છું. આ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન અહીં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે, જેની થીમ ભવિષ્યનું ભારત રાખવામાં આવી છે. લવલી યુનિવર્સિટીની સફળતાની કહાની જાણવા જેવી છે.

જયપુર નજીક સુજાતનગર ગામ છે. જ્યાં મિત્તલ પરિવાર વસવાટ કરે છે. આ મિત્તલ પરિવાર આજે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીનો માલિક છે. આ યુનિવર્સિટીમાં આજે 30.000થી વધુ સ્ટુડન્ટ્સ એનરોલ છે, સાથે જ સમગ્ર પંજાબમાં આ પરિવાર અન્ય બિઝનેસ શરૂ કરી રહ્યાં છે. પરંતુ આ મિત્તલ પરિવારની ઓળખ લવલી હલવાઇ એટલે કે લવલી કંદોઇ તરીકે થાય છે. આ વાતનો પરિવારને ગર્વ પણ છે.

- અશોક મિત્તલના પિતા બલદેવ રાજ મિત્તલ 1947માં પાકિસ્તાનથી સિયાલકોટથઈ જલંધર આવ્યા અને ઠેકેદારનું કામ કરવા લાગ્યા.
- એક ઇન્ટરવ્યૂમાં બલદવે રાજ મિત્તલે કહ્યું હતું કે તેનો પરિવાર બિઝનેસમાં નવું જોખમ લેવાથી ડરતો નથી.
- બલદેવ રાજે 1961માં પોતાના એક મિત્ર પાસેથી 500 રૂપિયા ઉધાર લઇને જલંધરમાં મિઠાઇની દુકાન ખોલી, જેનું નામ રાખ્યું લવલી સ્વીટ્સ.- અશોક મિત્તલે જણાવ્યું કે સારી મિઠાઇને કારણે ધંધો ચાલ્યો અને 1969 સુધીમાં તો ત્રણ દુકાન ખોલી.બજાજ સ્કૂટર અને મારુતિ કારે વધાર્યો વેપાર

- અશોકનું કહ્યું કે 1991માં જ્યારે તેઓએ બજાજ સ્કૂટરની ડીલરશિપ માટે એપ્લાય કર્યું ત્યારે તેની એપ્લિકેશન એવું કહીને રિજેક્ટ કરવામાં આવી કે એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે બજાજની ડીલરશિપ એક કંદોઇને આપવામાં આવે. બાદમાં કંપનીના માણસોએ જલંધર આવી અમાતી ક્ષમતા જોઇ ત્યારબાદ ડીલરશિપ આપી.
- 1996માં મિત્તલ પરિવારને મારુતીની ડીલરશિપ પણ મળી, અને અહીંથી તેઓની સફળતા શરૂ થઇ.

યુનિવર્સિટી કેમ શરૂ કરી ?

- બિઝનેસમાં સફળતા બાદ પરિવારે સમાજમાં મદદરૂપ થવા માટે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરી, તેઓનું કહેવું છે કે તેઓએ ધર્મશાળા, મંદિર કે વૃદ્ધાશ્રમ ખોલવાનું પણ વિચાર્યું પરંતુ શિક્ષાનું મહત્વ સમજી તેઓએ યુનિવર્સિટી અંગે વિચાર્યું. અશોકે વિચાર્યું કે દેશમાં પ્રાઇવેટ સ્કૂલનું મહત્વ વધુ છે, પરંતુ ઉચ્ચ શિક્ષાની ક્ષમતા ઓછી, આથી તેઓએ યુનિવર્સિટી શરૂ કરી.
- 2001માં તેઓએ પોતાની સંસ્થા ખોલી અને તેને પંજાબ ટેક્નિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી. એજ વર્ષે યુનિવર્સિટીના ત્રણ મુખ્ય સ્થાન પર આ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહ્યાં, ત્યારબાદ યુનિવર્સિટીની ચારે બાજુ ચર્ચા થઇ હતી.

- 2003માં તેઓએ ખુદ યુનિવર્સિટીની માન્યતા માટે પંજાબ સરકાર પાસે એપ્લાય કર્યું, 2005માં LPUને યુનિવર્સિટીની માન્યતા મળી. અહીં હાલ દુનિયાના 35 દેશોથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે, તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 હજારથી વધુ છે. અશોકનું કહેવું છે કે અમારા માટે સંખ્યા મહત્વ નથી. અમારું ધ્યેય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર આપવાનો છે.
- આ યુનિવર્સિટીની ખાસિયત તેનું કેમ્પસ છે, જે 600 એકડના વિસ્તારમાં ફેલાયેલું છે, અહીં 3500થી વધુ એકેડમિક સ્ટાફ કામ કરે છે, UGC માન્યતા પ્રાપ્ત આ યુનિવર્સિટીમાં ડિપ્લોમા, ગ્રેજ્યુએશનથી લઇને ડોક્ટરેટ સુધી 200થી વધુ કોર્ષ થાય છે. 2013માં આ યુનિવર્સિટીને બેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

- LPUએ કેમ્પસની આસપાસના 50થી વધુ ગામ દત્તક લીધા છે, અહીં તેઓ સ્વાસ્થ્ય અને શૈક્ષણિક શિબિર લગાવે છે, આ સમૂહ લુધિયાના જેલના કેદીઓને નમકીન બનાવવાની ટ્રેનિંગ પણ આપે છે, રીટેલ બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
First published: January 3, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading