સરહદ પારનો પ્રેમ: રશિયા છોડીને આવેલી યુવતીએ ભારતીય યુવાન સાથે કર્યા લગ્ન, જાણો Love Story
સરહદ પારનો પ્રેમ: રશિયા છોડીને આવેલી યુવતીએ ભારતીય યુવાન સાથે કર્યા લગ્ન, જાણો Love Story
કપલ કોર્ટ મેરેજ કરી ચૂક્યું છે. હવે આ વર્ષના અંત સુધીમાં બંને પરંપરાગત રીતે લગ્નના બંધનમાં બંધાઈ જશે
Russian Girl Marry Indian Boy - અલીના કહે છે કે તેને ભારતીય ભોજન અને ભારતીય સંસ્કૃતિ પસંદ છે. ઋષિ એલિનાને ઘણા પ્રકારના ભારતીય ફૂડ ખવડાવે છે. અલીના ભારતીય ભોજન પણ બનાવે છે
કહેવાય છે કે જ્યારે પ્રેમ થાય છે ત્યારે પ્રેમને કોઈ ધર્મ નથી હોતો, સરહદ હોતી નથી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં પણ આવી જ એક ઘટના સામે આવી છે. રશિયાની યુવતી (Russian Girl Marry Indian Boy) ઈન્દોર (Indore News)ની વહુ બની છે. રશિયાની લીના બાર્કોલસેવ અને ઇન્દોરના યુવાન રસોઇયા ઋષિ વર્મા( Leena Barcolsev Rishi Verma love story)ની લવ સ્ટોરી ફિલ્મો જેવી જ છે.
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ફોટોગ્રાફ લેતી વખતે બંને પહેલીવાર મળ્યા હતા. પછી બંને મિત્રો બન્યા (Russian Girl Indian Boy unique love story) અને ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ હતી. ત્યારબાદ ઋષિએ અલીનાને વીડિયો કોલ પર પ્રપોઝ કર્યું હતું.
વધુ માહિતી મુજબ હવે બંને ડિસેમ્બરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જોકે, કપલ કોર્ટ મેરેજ કરી ચૂક્યું છે. હવે આ વર્ષના અંત સુધીમાં બંને પરંપરાગત રીતે લગ્નના બંધનમાં બંધાઈ જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈન્દોરના સપ્તશ્રૃંગી નગરમાં રહેતો ઋષિ વર્મા હૈદરાબાદમાં શેફ તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તે યુરોપના પ્રવાસે ગયો હતો. 2019માં તે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યો હતો. જ્યાં તે એલિના બેર્કોલસેવોને મળ્યો હતો અને ફોટો ક્લિક કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. ઋષિએ એલીનને ફોટો ક્લિક કરવાનું કહ્યું હતું. આ બહાને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને ફોન પર વાત કરવા લાગ્યા હતા.
પહેલી મુલાકાત પ્રેમમાં પરિણમી, વીડિયો કોલ પર કર્યું પ્રપોઝ
વાતો વાતોમાં બંને વચ્ચે નિકટતા વધવા લાગી હતી. ત્યારબાદ ઋષિએ વીડિયો કોલ પર જ એલીનાને પ્રપોઝ કર્યું હતું. થોડા સમય પછી એલિને પણ હા પાડી. આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને મળી શક્યા ન હતા.
ડિસેમ્બર 2021માં વિઝા મળ્યા પછી, અલીના ઈન્દોર આવી હતી અને ક્યારેય પાછી ગઈ નહીં. એલીન ભારત આવ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. ત્યારબાદ 24 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ કપલનું કહેવું છે કે હવે તેઓ હિન્દૂ રીતિ-રિવાજ મુજબ ડિસેમ્બરમાં ફરી લગ્ન કરવા જઈ રહ્યા છે.
અલિનાને પસંદ છે ઈન્ડિયન ફુડ, મંદિર પણ જાય છે
અલીના કહે છે કે તેને ભારતીય ભોજન અને ભારતીય સંસ્કૃતિ પસંદ છે. ઋષિ એલિનાને ઘણા પ્રકારના ભારતીય ફૂડ ખવડાવે છે. અલીના ભારતીય ભોજન પણ બનાવે છે. ઋષિ કહે છે કે બંને મંદિરે પણ જાય છે. અત્યારે અલીના હિન્દી શીખી રહી છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર