FB પર દોસ્તી બાદ થયો પ્રેમ, લગ્ન માટે અમેરિકાથી ભારત પહોંચી 'ગોરી મેમ'

News18 Gujarati
Updated: February 15, 2020, 4:00 PM IST
FB પર દોસ્તી બાદ થયો પ્રેમ, લગ્ન માટે અમેરિકાથી ભારત પહોંચી 'ગોરી મેમ'
રેને અને સોહમે વેલેન્ટાઇન વીકમાં લગ્ન કર્યાં હતાં.

કોરબાના શારદા વિહારમાં રહેતો સોહમ સરકાર અને અમેરિકના અલાબામાની દાના રેને પાટિનની લવ સ્ટોરી પણ જાણવા જેવી છે.

  • Share this:
અબ્દુલ અસલમ, કોરબા (છત્તીસગઢ) : પ્રેમનું ભૂત વળગે છે ત્યારે તેને કોઈ સરહદ નથી રોકી શકતી. આવો જ એક બનાવ છત્તીસગઢ (Chhattisgarh)ના કોરબા (Korba) જિલ્લામાં રહેતા સોહમ સાથે બન્યો છે. સોહમને ફેસબુક પર અમેરિકાની રેને સાથે પ્રેમ થઈ ગયો હતો. આશરે આઠ વર્ષની દોસ્તી બાદ બંનેએ પોતાના સંબંધને વધુ મજબૂત કરવા માટે વેલેન્ટાઇન વીક (Valentine Week)માં લગ્ન કરી લીધા હતા. લગ્ન કરવા માટે રેને પોતે અમેરિકાથી કોરબા પહોંચી હતી. અહીં બંનેના હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.

હકીકતમાં રેને પાટિન લગ્ન કરવા માટે ખાસ અમેરિકાથી કોરબા પહોંચી હતી. કોરબના સોહમ અને અમેરિકામાં રહેતી રેનેની દોસ્તી ફેસબુકના માધ્યમથી થઈ હતી. બંને આઠ વર્ષ સુધી એકબીજા સાથે ચેટિંગ કરતા રહ્યા હતા. આ દરમિયાન બંનેને પ્રેમ થયો હતો. જે બાદમાં બંને પોતાના સંબંધને આગળ વધારતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પછી પોતાના પ્રેમીને મળવા માટે ઉતાવળી બનેલી રેને સાત સમંદર પાર કરીને કોરબા આવી પહોંચી હતી. બંનેએ વેલેન્ટાઇન વીક પર આર્ય સમાજમાં વૈદિક રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા.



કોરબાના શારદા વિહારમાં રહેતો સોહમ સરકાર અને અમેરિકના અલાબામાની દાના રેને પાટિનની લવ સ્ટોરી પણ જાણવા જેવી છે. લગ્નના બંધનમાં બંધાવા માટે સોહમના એક મિત્રની અગત્યની ભૂમિકા રહી હતી. હકીકતમાં સોહમનો એક મિત્ર અમેરિકામાં રહે છે, રેને તેના પાડોશમાં જ રહે છે. આ મિત્ર મારફતે જ રેને અને સોહમની મુલાકાત થઈ હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં ચેટિંગને સિલસિલો શરૂ થયો હતો. ધીમે ધીમે દોસ્તી ગાઢ બની અને વાત લગ્ન સુધી પહોંચી હતી. સતત આઠ વર્ષ સુધી એકબીજા સાથે ચેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જે બાદમાં રેને 20મી ફેબ્રુઆરીના રોજ વિઝા લઈને ભારત આવી હતી. પોતાનો અનુભવ જણાવતા રેનેએ જણાવ્યું કે લગ્ન સુધી નિભાવવામાં આવેલા તમામ રિવાજો ખૂબ ઉત્સાહભર્યા હતા. પીઠી, મહેંદી અને ખાસ કરીને પિતા પોતાની દીકરીનો હાથ વરના હાથમાં આપે છે તે પરંપરાથી રેને અભિભૂત થઈ હતી. રેનેએ જણાવ્યું કે, ભારતીય પરંપરા નિભાવવી થોડી અઘરી લાગી પરંતુ તેની પાછળનો અર્થ જાણીને ખૂબ સારું લાગ્યું. રેનેના વિઝા 20મી ફેબ્રુઆરી સુધીના છે, રેને અમેરિકા પરત ફરશે અને ત્યાં જ પોતાના જીવનની શરૂઆત કરશે.

રેને પોતાના માતાપિતા સાથે અલાબામામાં રહે છે. રેનેએ સોહમ વિશે વાત કરી ત્યારે તેના માતાપિતા તેની દીકરીની ખુશી માટે ઝડપથી લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. સોહમના માતાપિતા વીડિયો કોલથી રેને અને તેના માતાપિતાને મળ્યા હતા.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर