પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને હદ વટાવી, બંનેના લગ્ન નક્કી થતા કર્યું આવું કામ

પ્રેમમાં અંધ બનેલા પિતરાઈ ભાઈ-બહેને હદ વટાવી, બંનેના લગ્ન નક્કી થતા કર્યું આવું કામ
યુવક-યુવતી.

બંનેએ મર્યાદા ઓળંગીને આ કામ કર્યું હતું. હકીકતમાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા હતા. લગ્નની તારીખ પણ નક્કી હતી. તિલક વિધિ પણ થઈ ગઈ હતી.

 • Share this:
  પટના: બિહાર રાજ્યના જમુઈ જિલ્લા (Jamui district)માં પિતરાઈ ભાઈ અને બહેને કંઈક એવું કામ કર્યું કે જેનાથી પારિવારિક સંબંધો (Family relation) તાર તાર થઈ ગયા હતા. બંનેએ મર્યાદા ઓળંગીને આ કામ કર્યું હતું. હકીકતમાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા હતા. લગ્નની તારીખ પણ નક્કી હતી. તિલક વિધિ પણ થઈ ગઈ હતી. જોકે, બંને પિતરાઈ એક બીજાને પ્રેમ કરતા હતા. બંને પોત-પોતાના મંગેતર સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતા. આ બધાની વચ્ચે પરિવારજનોએ બંનેના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. લગ્નની તૈયારી પણ ચાલી રહી હતી. બંનેએ પોતાની પ્રેમ કહાનીનો અંત આવતો જોઈને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પ્લાનિંગ પ્રમાણે બંને ભાગી પણ ગયા. જોકે, લૉકડાઉનને પગલે બંનેએ પોલીસ સ્ટેશન ભેગા થવું પડ્યું હતું.

  પ્રાપ્ત વિગત પ્રમાણે જમુઈના લક્ષ્મીપુર પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા ગૌરા પંચાયતના ભૂનીમરહર ગામમાં આ બનાવ બન્યો હતો. અહીં એક યુવકે ગામની જ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કરનાર યુવક અને યુવતી પિતરાઈ ભાઈ-બહેન છે. મળતી માહિતી પ્રમાણે ગામના પ્રમોદ તાંતી નામના યુવકને પોતાના કાકાની દીકરી ક્રાંતિ કુમારી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને પ્રેમમાં એવા તો અંધ થઈ ગયા કે સામાજિક સંબંધોનું પણ ભાન રહ્યું ન હતું.  આ પણ વાંચો: જામનગર: BAPS સ્વામિનારાયણ સંસ્થા જી.જી.હૉસ્પિટલને સપ્તાહમાં અબુધબીથી લાવીને 10 ટન ઑક્સિજન આપશે  પરિવારના લોકોએ બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા. ક્રાંતિ કુમારીના લગ્ન 19 મેના રોજ અને પ્રમોદના લગ્ન 30મેના રોજ થવાના હતા. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. તારીખ નજીક આવતા જોઈને બંને ઘરેથી ભાગી ગયા હતા. લૉકડાઉન દરમિયાન તૈનાત પોલીસે બંનેની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે બંને ઘરેથી ભાગ્યા છે. જે બાદમાં બંનેને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને પરિવારના લોકોને સમાચાર આપવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: સુરત પોલીસે માનસિક વિકૃત યુવાનની કરી ધરપકડ, વીડિયો કૉલ પર યુવતી સામે નગ્ન થઈ જતો હતો  બંનેના પરિવારના લોકો પોલીસ મથક પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેને ખૂબ સમજાવવામાં આવ્યા હતા. જોકે, બંને એકના બે થયા ન હતા. અંતે પરસ્પર સમજુતિ કરીને બંનેના લગ્ન કરાવી દેવાનો નિર્ણય કરાયો હતો. તમામ પક્ષ તૈયાર થઈ ગયા બાદ પોલીસકર્મીઓએ નજીકમાં આવેલા શિવ મંદિરમાં બંનેનાં લગ્ન કરાવ્યા હતા. બંને પાસે બોન્ડ પણ લખાવવામાં આવ્યો કે ભવિષ્યમાં બંને કોઈ વિવાદ નહીં કરે. લગ્ન બાદ પરિવારના લોકો બંનેને સાથે લઈને ઘરે ગયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:May 10, 2021, 08:21 am

  ટૉપ ન્યૂઝ