Home /News /national-international /કબડ્ડી રમતાં રમતાં થયો પ્રેમ, કંઈક આવી છે સમલૈંગિક નવપરિણીત કપલની લવ સ્ટોરી

કબડ્ડી રમતાં રમતાં થયો પ્રેમ, કંઈક આવી છે સમલૈંગિક નવપરિણીત કપલની લવ સ્ટોરી

ટીચરને વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ

આજની તારીખમાં LGBT એટલે કે સમલૈંગિકતા વિશે લગભગ દરેક જણ જાણે છે. ઘણા મામલા અવારનવાર જોવા મળતા રહે છે કે સમલૈંગિક કપલે એકબીજા સાથે લગ્ન કરી લીધા. આવો જ એક કિસ્સો રાજસ્થાનના ભરતપુરમાં પણ જોવા મળ્યો જ્યાં ફિઝિકલ એજ્યુકેશનની એક મહિલા શિક્ષકે તેની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ આવો જાણીએ કેવી રીતે શરૂ થઈ આ લવ સ્ટોરી...

વધુ જુઓ ...
  આજની તારીખમાં LGBT એટલે કે સમલૈંગિકતા વિશે લગભગ દરેક જણ જાણે છે. ઘણા મામલા અવારનવાર જોવા મળતા રહે છે કે સમલૈંગિક કપલે એકબીજા સાથે લગ્ન કરી લીધા. આવો જ એક કિસ્સો રાજસ્થાનના ભરતપુરમાં પણ જોવા મળ્યો જ્યાં ફિઝિકલ એજ્યુકેશનની એક મહિલા શિક્ષકે તેની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ આવો જાણીએ કેવી રીતે શરૂ થઈ આ લવ સ્ટોરી...

  વાસ્તવમાં ડીગની રહેવાસી મીરા બાળપણથી જ પોતાને છોકરો માનતી હતી. તે હંમેશાં છોકરાની જેમ રહેતી અને છોકરાઓ સાથે રમતી. તેણીને 5 બહેનો છે અને કોઈ ભાઈ નથી. પિતા બિરી સિંહને પણ લાગ્યું કે મીરા તેમની પુત્રી નથી, પરંતુ પુત્ર છે. તે ઘરના તમામ કામો કરશે જે એક પુત્ર કરે છે.

  આ પણ વાંચોઃ નીતિન ગડકરીને જાહેરમાં જનતાની માફી માગવી પડી, કારણ જાણી તમે પણ દંગ રહી જશો

  સ્કૂલમાં કલ્પના સાથે મુલાકાત થઈ હતી


  મીરા એક સ્પોર્ટ્સ પ્લેયર છે. તેને નાનપણથી જ રમતગમતમાં ખૂબ જ રસ હતો. તેથી જ તે સખત મહેનત પછી સ્પોર્ટ્સ ટીચર બની. તેનું પોસ્ટિંગ સરકારી માધ્યમિક શાળા, નાગલામાં થયું હતું. કલ્પના પણ આ જ શાળામાં ભણતી હતી. કલ્પના કબડ્ડીની ઘણી સારી ખેલાડી રહી છે. તે ત્રણ વખત કબડ્ડીમાં નેશનલ પણ રમી ચૂકી છે.

  આ રીતે શરૂ થઈ લવ સ્ટોરી


  મીરા કલ્પનાને કબડ્ડીની નવી ટ્રિક્સ શીખવતી. બંને એકબીજાને એટલા પસંદ કરતા હતા કે તેમની વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. સમય વીતતો ગયો અને બંને હવે લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ એક સેમ જેન્ડર હોવાને કારણે તેઓ એકબીજા સાથે લગ્ન કરી શક્યા ન હતા. મીરાને પછી યાદ આવ્યું કે તેણે 2012માં એક સમાચારમાં વાંચ્યું હતું કે કોઈએ પોતાનું જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. તેના પરથી તેને ખબર પડી કે ડૉક્ટરની મદદથી તમે તમારું જેન્ડર ચેન્જ કરાવી શકો છો.

  2019થી 2021 સુધી સર્જરીની પ્રક્રિયા ચાલી


  મીરાએ ફરીથી તેના વિશે યુટ્યુબ પર સર્ચ કર્યું. તેને ખબર પડી કે દિલ્હીમાં એક ડૉક્ટર છે જે જેન્ડર ચેન્જ કરવાની સર્જરી કરે છે. મીરા તેને મળી અને તેની સારવાર કરાવી. સારવાર 2019 થી શરૂ થઈ હતી અને છેલ્લી સર્જરી 2021 માં કરવામાં આવી હતી. હવે મીરા સંપૂર્ણ છોકરો બની ગઈ હતી. તે ઘણી ખુશ હતી અને તેણે પોતાનું નામ મીરાથી બદલીને આરવ રાખ્યું લીધું હતું.

  4 નવેમ્બરે લગ્ન થયા


  કલ્પના પણ ખુશ હતી કે તે મીરા એટલે કે આરવ સાથે લગ્ન કરી શકશે. બંનેએ 4 નવેમ્બરે લગ્ન કર્યા. બંનેના પરિવારજનો પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

  કલ્પનાએ આપ્યો હતો સાથે


  આરવ કુંતલે કહ્યું, "હું ફિમેલ ક્વોટામાંથી એક સરકારી શાળામાં શિક્ષક બન્યો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતી કલ્પના સારી ખેલાડી હતી. મેં મારું જેન્ડર ચેન્જ કરાવ્યું તો કલ્પનાએ મારો પૂરો સાથે આપ્યો. બંને પરિવારની વચ્ચે પહેલાથી જ સારું બને છે અને બંને પરિવાર લગ્ન માટે સહમત હતા. અત્યારે નોકરીના કાગળમાં નામ પરિવર્તન અને ફિમેલમાંથી મેલ જેન્ડર કરાવવા માટે ઘણી મુશ્કેલી થઈ રહી છે.

  પરિવારની સંમતિથી લગ્ન કર્યા


  દુલ્હન બનેલી કલ્પનાએ જણાવ્યું કે, મને ફિઝિકલ ટીચર મીરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેના પછી ત્રણ વર્ષમાં ઘણી સર્જરી કરાવીને મીરાએ પોતાનું જેન્ડર ચેન્જ કરાવી લીધું. તે છોકરીમાંથી છોકરો બની ગઈ. હું મારા ગુરુની સાથે લગ્ન કરીને ઘણી ખુશ છું. બંને પરિવારની સંમતિ પછી અમે લગ્ન કર્યા.

  મીરા એટલે કે આરવના પિતા આ લગ્નથી ઘણા ખુશ છે


  જેન્ડર ચેન્ડ કરાવનાર આરવના પિતા બીરી સિંહે જણાવ્યું કે, મારે પાંચ છોકરીઓ હતી અને કોઈ દીકરો નહોતો. સૌથી નાની છોકરી મીરા છોકરી થઈને પણ છોકરાની જેમ રહેતી હતી. તેની તમામ હરકતો છોકરા જેવી હતી. છોકરાની સાથે જ રમતી હતી. હવે તેને પોતાનું જેન્ડર ચેન્જ કરાવી લીધું છે. મને ઘણી ખુશી છે કે આરવ અને કલ્પનાના લગ્ન થઈ ગયા છે.
  Published by:Priyanka Panchal
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन