લિવ-ઇન-પાર્ટનર યુવતીને છેતરીને યુવક કરી રહ્યો હતો નિકાહ, ગર્લફ્રેન્ડ પોલીસ સાથે આવી પહોંચી અને...

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Love story of Bijnor: દિલ્હીમાં લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતો યુવક ઉત્તર પ્રદેશના બિજનોરમાં અન્ય યુવતી સાથે નિકાહ કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન યુવકની ગર્લફ્રેન્ડ પોલીસ લઈને નિકાહ સ્થળે પહોંચી હતી.

  • Share this:
    બિજનોર: ઉત્તર પ્રદેશના બિજનોર (Bijnor)માં લિવ-ઇન-રિલેશનશિપમાં (Live-in-Relationship) રહેતો એક યુવક બીજી યુવતી સાથે લગ્ન કરી રહ્યો હતો. યુવક નિકાહ (Nikah) કરે તે પહેલા જ તે જે યુવતી સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતો હતો તે યુવતી આવી પહોંચી હતી. યુવતી પોલીસ મથક પહોંચી હતી અને નિકાહ અટકાવવા માટે ઉધામો કર્યો હતો. જે બાદમાં યુવતીની ફરિયાદ બાદ પોલીસે નિકાહ કરી રહેલા યુવકને પોલીસ મથક બોલાવ્યો હતો. જે બાદમાં યુવતી તેના લિવ-ઇન-પાર્ટનરને લઈને દિલ્હી ચાલી ગઈ હતી.

    બિજનોરનો એક યુવક દિલ્હીમાં એક સલૂનમાં કામ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત એક હિન્દુ યુવતી સાથે થઈ હતી. જે બાદમાં બંને લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. ગત દિવસોમાં યુવકે તેની લિવ-ઇન પાર્ટનરને કહ્યુ હતુ કે તે કોઈ કામથી બિજનોર જઈ રહ્યો છે. જોકે, યુવક ખરેખર બીજી છોકરી સાથે નિકાહ કરવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, યુવક નિકાહ કરે તે પહેલા જ યુવતીએ દસ્તક દીધા હતા અને તેના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું.

    આ પણ વાચો: વર્ષ પહેલા આ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરનારા રોકાણકારો થયા માલામાલ, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

    દિલ્હીના સૂલનમાં કામ કરતા યુવકે પોતાના વતન બિજનોર શહેરમાં તેના પાડોશના એક વિસ્તારની યુવતી સાથે લગ્ન નક્કી કર્યાં હતાં. 27મી તારીખે જાન જવાની હતી. આ દરમિયાન યુવક સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતીને આ વાતની ગંધ આવી ગઈ હતી. જે બાદમાં તેણી પોતાની બહેન સાથે બિજનોર પહોંચી હતી અને તેણીએ મંડાવર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.

    આ પણ વાંચો: શું તમે પણ જન્મ દિવસે આવું કરો છો? વાંચો ચેતવણીરૂપ કિસ્સો, યુવતીની આંખમાંથી વહી લોહીની ધાર... 

    યુવકને લઈને દિલ્હી પરત ફરી યુવતી

    યુવતીની ફરિયાદ બાદ આ અંગે મંડાવર એસએચઓ મનોજ કુમારે કહ્યું કે, "યુવતી ઇચ્છતી હતી કે પોલીસ તેના પ્રેમીને ફરીથી પામવા માટે મદદ કરે. અમે યુવતીની મદદ કરી હતી." યુવતી સાથે પોલીસની ટીમ પણ નિકાહ સ્થળે પહોંચી હતી. યુવતીએ નિકાહ અટકાવ્યા હતા અને યુવકને પોલીસ મથક બોલાવ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે હંગામો થયો હતો. આ દરમિયાન વીએચપીના સભ્યો પણ પોલીસ મથક પહોંચી ગયા હતા. જોકે, યુવતીએ પોલીસને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે આ તેમનો અંગત મામલો છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોનું કહેવું છે કે અમે યુવતીને બચાવવા માંગતા હતા પરંતુ તેણીએ અમારી વાત સાંભળી ન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: