અજબ પ્રેમ કહાની : માલકીનને નોકર સાથે કર્યા લગ્ન, પ્રેમથી બંને એક-બીજાને બોલાવે છે સલમાન અને કેટરિના
અજબ પ્રેમ કહાની : માલકીનને નોકર સાથે કર્યા લગ્ન, પ્રેમથી બંને એક-બીજાને બોલાવે છે સલમાન અને કેટરિના
અજબ પ્રેમની ગજબ કહાની
પાકિસ્તાન (Pakistan) ના ઈસ્લામાબાદની રહેવાસી નાઝિયાએ ઘરકામ કરવા માટે એક નોકર રાખ્યો હતો. નોકરનું નામ સુફયાન છે. માલકીન અને નોકર વચ્ચે પ્રેમ કહાની (pakistan woman marry servant) કેવી રીતે શરૂ થઈ જણાવી પુરી કહાની
ઈસ્લામાબાદ : સોશિયલ મીડિયા (Social Media) પર જાત-ભાતના સમાચાર વાયરલ થતા રહે છે, જે ક્યારેક આપણને આશ્ચર્યમાં મૂકી દે છે તો ક્યારેક હસાવી દે છે. આવા જ એક સમાચાર પાકિસ્તાનથી સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, આ સમાચાર એક માલિક અને નોકરની લવ સ્ટોરી વિશે છે. નાઝિયા નામની મહિલાની ચર્ચા માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. મહિલાએ તાજેતરમાં જ તેના નોકર સાથે લગ્ન કર્યા છે. નાઝિયાએ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેણે તેની લવ સ્ટોરી વિશે ઘણી વાત કરી હતી, જેના પછી આ મહિલાની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટોરી એક નોકર અને માલકીનની છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના ઈસ્લામાબાદની રહેવાસી નાઝિયાએ ઘરકામ કરવા માટે એક નોકર રાખ્યો હતો. નોકરનું નામ સુફયાન છે. નાઝિયાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ઘરમાં એકલી રહેતી હતી. તેણીનું પોતાનું કોઈ ન હતું, તેથી તે એક નોકર શોધી રહી હતી, જેના પર તેણી વિશ્વાસ કરી શકે. આ પછી એક મિત્રે સુફયાનને રાખવાની સલાહ આપી તો નાઝિયાએ તેને નોકરી પર રાખ્યો. તે દર મહિને રૂ. 18,000 નો પગાર આપવા પણ સંમત થઈ હતી. નાઝિયાએ કહ્યું કે, લોકોએ સુફયાનના જે વખાણ કર્યા હતા તે તેના કરતા વધુ સારા છે. થોડા સમય પછી નાઝિયા સુફિયાનની કામ કરવાની રીત અને વિચારસરણીથી પ્રભાવિત થવા લાગી અને ધીમે ધીમે નાઝિયાને સુફિયાન સાથે પ્રેમ થઈ ગયો.
જોકે તેણે આ વાતને થોડા દિવસો સુધી છુપાવીને રાખી હતી, પરંતુ એક દિવસ તેણે સુફયાન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું નક્કી કર્યું. આ પછી નાઝિયાએ સુફયાનને પ્રપોઝ કર્યું. આ દરમિયાન સુફયાન થોડીવાર માટે ચોંકી ગયો હતો પરંતુ તેણે આઈ લવ યુના બદલે આઈ લવ યુ ટુ કહ્યું હતું. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. નાઝિયાએ જણાવ્યું કે, સુફયાન તેનું ખૂબ ધ્યાન રાખે છે અને તેને પ્રેમથી કેટરિના કૈફ કહે છે અને નાઝિયા તેને સલમાન ખાન કહીને બોલાવે છે. નાઝિયાએ કહ્યું કે, લગ્નનો નિર્ણય લેવો સરળ ન હતો. લોકોએ ખૂબ વિરોધ કર્યો પણ અમે એકબીજાની પડખે ઊભા રહ્યા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર