Home /News /national-international /કુખ્યાત આરોપીની પત્નીને દિલ દઈ બેઠો ઓફિસરનો પરિણીત પુત્ર, પછી જે થયું...

કુખ્યાત આરોપીની પત્નીને દિલ દઈ બેઠો ઓફિસરનો પરિણીત પુત્ર, પછી જે થયું...

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Love story: કુખ્યાત ગુનેગારની પત્ની અને સચિવાલયના અધિકારીના પરિમીત પુત્રની પ્રેમ કહાની. યુવક હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ.

સંજય કુમાર, પટના: બિહારની રાજધાની પટના (Patna)માં એક અજીબ બનાવ સામે આવ્યો છે. ગુનાખોરી માટે કુખ્યાત બદમાશ જેલમાં ગયા બાદ એક પરિણીત યુવક તેની પત્નીને દિલ દઈ બેઠો હતો. કુખ્યાત આરોપી જ્યારે ઘરે પરત ફર્યાં ત્યારે એક દિવસ તેને આ અંગેની જાણ થઈ ગઈ હતી. ગુનેગારની પત્નીને દિલ દઈ બેઠો છે તે વ્યક્તિ પણ ખાસ છે. પીડિત યુવક પટના સચિવાલયના એક અધિકારીનો પુત્ર છે. પટનાના શિવપુરીમાં એક યુવક સાથે મારપીટ અને હંગામને લઈને ગર્દનીબાગ પોલીસ (Gardnibagh Police Station) સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે જોયું તો યુવકને બાંધીને રાખવામાં આવ્યો હતો, તેની બાજુમાં એક પિસ્ટલ પણ મૂકવામાં આવી હતી.

પોલીસે આ ઘટનાક્રમ અંગે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો માલુમ પડ્યું કે કુખ્યાત આરોપીએ યુવકની જોરદાર ધોલાઈ કરી હતી. એટલું જ નહીં, હથિયારો સાથે તેને ફેરવી રહ્યો છે. પોલીસે યુવકને છોડાવ્યો હતો અને પોલીસ મથક લાવી હતી. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે એવી હકીકત સામે આવી કે પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

આ પણ વાંચો: 21 વર્ષની ઉંમરે છૂટાછેડા, માતાપિતાએ રાખવાનો કર્યો ઇન્કાર, આઇસક્રીમ-શિકંજી વેચીને બની પોલીસ ઇન્સ્પેક્ટર

યુવકે પોલીસને જણાવ્યું કે કુખ્યાત આરોપીની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ છે. આ વાતની જાણકારી કુખ્યાતને થઈ ગઈ છે. હવે તે તેના જીવ પાછળ પડ્યો છે. આ પહેલા પણ તેને પીડિત પર જીવલેણ હુમલા કર્યા છે. સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે કુખ્યાત આરોપીના હાથ માર ખાનાર પીડિત પટના સચિવાયલયના એક ઑફિસરનો પુત્ર છે.

આ પણ વાંચો: અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

આરોપ છે કે શરૂઆતમાં કુખ્યાતને આ અંગે જાણકારી મળી તો તેણે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનાથી પરેશાન યુવકને પિતાએ ગર્દનીબાદ પોલીસ મથકમાં કુખ્યાત વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને પકડીને તેને જેલમાં ધકેલી દીધો હતો.


" isDesktop="true" id="1108990" >


જેલમાંથી છૂટતા જ કુખ્યાતે ફરી એકવાર યુવક સાથે મારપીટ કરી હતી. યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી. હાલ ગંભીર રીતે ઘાયલ યુવક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હકીકતમાં યુવક બે બાળકોનો બાપ છે, પરંતુ તેણે કુખ્યાતની પત્ની સાથે લગ્ન કરવા છે.
First published:

Tags: Love story, Patna, ગુનો, પોલીસ, બિહાર

विज्ञापन