Love marriage થી નાખુશ પત્નીનો પરિવાર બન્યો દુશ્મન, પતિના ભાઈને મારી દીધી ગોળી
યુવતીએ જણાવ્યું, મારા પરિવારે મારા દીયર પર જીવલેણ હુમલો કર્યો છે
Firing in Karnal: ઘાયલ યુવકના ભાઈએ જણાવ્યું કે, યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો છે. મારો ભાઈ સુખીવેન્દ્ર સિંહ, 23, ઘરે હતો. જ્યારે તે ગામમાં બહાર આવ્યો ત્યારે તેણે તેના પર હુમલો કર્યો. તેની હાલત હાલ ગંભીર છે.
હરિયાણા (Haryana crime) માં ઓનર કિલિંગના કેસ અવારનવાર સામે આવે છે. આજે પણ રૂઢિચુસ્ત વિચારધારામાં જીવતા પરિવારો પ્રેમલગ્ન (Love marriage)ને સહન કરી શકતા નથી. જેથી કોઈને કોઈનો જીવ જાય છે. આવો જ એક કેસ હરિયાણાના કરનાલ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાંના પુંડરી ગામમાં નવપરણિત યુવાનના ભાઈ પર ગોળી (Firing in love marriage) ચલાવવામા આવી હતી. આ કેસમાં ઘાયલ યુવાનની ભાભીએ પોતાના પિયરના સભ્યો પર ગોળી ચલાવી હોવાનો આરોપ મૂક્યો છે. ગોળી વાગવાના કારણે યુવાનની હાલત ગંભીર છે અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે.
આ કેસ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક જ ગામમાં રહેતા યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ યુવકના ભાઈ પર ગોળી ચલાવવામાં આવી છે.
આ ઘટનામાં યુવકની ભાભી મુસ્કાને જણાવ્યું કે, અમારા લગ્ન 1 માર્ચે મોહાલી ગુરુદ્વારામાં થયા હતા. મારા પરિવારના સભ્યો શરૂઆતથી જ અમારા લગ્નની વિરુદ્ધમાં હતા. તેઓ અમારા લગ્ન ન થાય તેવું ઇચ્છતા હતા. તેથી જ તેઓએ મારા દિયર પર હુમલો કર્યો છે. તેમની સામે શક્ય તેટલી કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. મારા પિતા કાશ્મીર સિંહ, કાકા નિર્મલ સિંહ અને નાના મામા સાહેબ સિંહ મદન ખેરાએ મળીને હુમલો કર્યો છે. તેઓ અમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. અમે પોલીસને ફરિયાદ આપી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
આ હુમલામાં ઘાયલ થયેલા યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, તેના લગ્ન બે મહિના પહેલા થયા હતા. અમે છેલ્લા પાંચ વર્ષથી યુવતીના પરિવાર સાથે લગ્ન માટે વાત કરતા હતા. પરંતુ તેના પરિવારના સભ્યો માનતા જ નહોતા. આવી સ્થિતિમાં બંનેને ઘરેથી ભાગીને લગ્ન કરવા પડ્યા હતા. આ હુમલો યુવતીના પરિવારજનોએ કર્યો હતો. મારો ભાઈ સુખીવેન્દ્રસિંહ (ઉ.વ 23) ઘરે જ હતો અને ત્યારબાદ તે બહાર ગામમાં નીકળ્યો, એટલે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અત્યારે તેની હાલત ગંભીર છે.
બીજી તરફ ઘાયલ યુવાનના માસા અમરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા યુવતીના ઘરે ગયો હતો. આ લગ્ન અંગે ચર્ચા થઈ હતી. તેઓ સંબંધ માટે તૈયાર થઈ ગયા હતા. પણ 20 દિવસ બાદ તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીના મામા પણ મળ્યા હતા અને લગ્નની વાત કરી હતી. ત્યાં હવે તેઓએ નાના ભાઈ પર હુમલો કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર