Home /News /national-international /

બહેનના દિયર સાથે પ્રેમ ભારે પડ્યો: લગ્ન બાદ બાઇક અને બે લાખ ન મળતા પતિ ભાગી ગયો!

બહેનના દિયર સાથે પ્રેમ ભારે પડ્યો: લગ્ન બાદ બાઇક અને બે લાખ ન મળતા પતિ ભાગી ગયો!

બિહાર - લવ અફેર

Love Affair : ગોપાલગંજ (Gopal Ganj) જિલ્લાના બરૌલી પોલીસ સ્ટેશન હેઠળના રતન સરાય બલુઆ ટોલાના રહેવાસી સોનુ કુમાર સાથે તે દોઢ વર્ષથી પ્રેમમાં છે. સોનું કુમાર તેના જીજાજીનો ભાઈ છે

    બિહાર (Bihar) ના છપરા (Chhapra) જિલ્લામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી છાપિયા ગામમાં એક યુવતીને તેની બહેનના દિયર સાથે પ્રેમ (Love Affair) થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારજનોની સહમતિથી બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ, લગ્નના એક દિવસ બાદ જ પતિ તેની પત્નીને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

    યુવક નવી પત્નીને પોતાની પાસે રાખવા માંગતો ન હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હવે પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાખલ કરેલા કેસમાં કહ્યું છે કે, પતિ અને સાસરીવાળા દહેજની માંગણી કરી રહ્યા છે. બે લાખ રૂપિયા રોકડા અને બાઈક ન આપવાના કારણે યુવકે પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી છે.

    આ કેસમાં પીડિતા તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ન્યાયની માંગ કરી હતી. પીડિતાએ જણાવ્યું કે, ગોપાલગંજ જિલ્લાના બરૌલી પોલીસ સ્ટેશન હેઠળના રતન સરાય બલુઆ ટોલાના રહેવાસી સોનુ કુમાર સાથે તે દોઢ વર્ષથી પ્રેમમાં છે. સોનું કુમાર તેના જીજાજીનો ભાઈ છે. બંને પતિ-પત્નીની જેમ એકબીજા સાથે રહેતા હતા. એક દિવસ 14 એપ્રિલની રાતે સોનુ તેના ઘરે મળવા આવ્યો હતો. ત્યારે અમને બંનેને કેટલાક ગ્રામજનોએ વાંધાજનક હાલતમાં જોયા હતા અને ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક સરપંચની અધ્યક્ષતામાં ગામના લોકોએ અમારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ 15 એપ્રિલના રોજ અમારા બંનેની સંમતિથી ગામના લોકોએ અમારા લગ્ન માધોરા ગઢદેવી મંદિરમાં કરાવ્યા હતા. અમે બંને પતિ-પત્ની તરીકે ઘરે આવ્યા હતા. જોકે, તે દિવસે રવિવાર હોવાથી માતાએ સોમવારે વિદાય કરવાનું કહ્યું હતું. જેથી તેઓ રવિવારે રાત્રે ડુમરી છાપિયામાં સાથે રહ્યાં હતા.

    આ પણ વાંચોપાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ: જાસૂસીનો નાપાક એજન્ડા આવી રીતે કરે છે કામ, આ રહી ઈન્સાઈડ સ્ટોરી

    યુવક અને તેનો પરિવારે કરી દહેજની માંગણી

    પીડિતાના જણાવ્યા મુજબ આ દરમિયાન 16 એપ્રિલ એટલે કે સોમવારે સવારે યુવક શૌચના બહાને ભાગી ગયો હતો. પછી મારા પિતા યુવકના ઘરે ગયા તો મારા સાસુ-સસરાએ કહ્યું કે થોડી રાહ જુઓ બેન્ડ બાજા અને કાર-ઘોડા સાથે વધુ સારી રીતે વિદાઇ કરજો. ત્યારબાદ 24 એપ્રિલે વરરાજા સોનુ કુમાર, રઘુનાથ સાહ, સાસુ મંજુ દેવી, ભાભી સોની દેવી અને વિનય સાહ મારા ઘરે આવ્યા હતા અને મારા પિતા પાસે દહેજમાં બાઇક અને 2 લાખ રૂપિયા રોકડાની માંગણી કરી હતી અને દહેજ નહીં આપો તો વહુને લઇ જઇશું નહીં તેવું કહ્યું હતું. આ કેસમાં હવે પીડિતા અને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ન્યાયની આજીજી કરી છે.
    First published:

    Tags: Bihar News, Bihar police, Love affair

    આગામી સમાચાર