Home /News /national-international /‘શું અલ્લાહ બહેરા છે?’ લાઉડસ્પીકર પર અઝાનને લઈને કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ KS ઇશ્વરપ્પાનું નિવેદન
‘શું અલ્લાહ બહેરા છે?’ લાઉડસ્પીકર પર અઝાનને લઈને કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ KS ઇશ્વરપ્પાનું નિવેદન
નિવેદન આપનારા કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમ KS ઇશ્વરપ્પાની તસવીર
Loudspeaker Azaan Controversy: કર્ણાટક બીજેપીના નેતા અને પૂર્વ ડેપ્યૂટી સીએમ કેએસ ઇશ્વરપ્પાએ અઝાનને લઈને ફરી એકવાર ટિપ્પણી કરી છે અને નવો વિવાદ પેદા કર્યો છે. ઇશ્વરપ્પાએ અઝાનને લઈને લાઉડસ્પીકર વાપરવા મામલે ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, ‘શું અલ્લાહ બહેરો છે કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.’ ભાજપના નેતાની ટિપ્પણીથી અઝાન મામલે વધુ એક વિવાદ ઊભો થયો છે.
બેંગ્લુરુઃ કર્ણાટકના બીજેપીના નેતા અને પૂર્વ ડેપ્યૂટી સીએમએ અઝાન મામલે નિવેદન આપી વિવાદ ઊભો કર્યો છે. પૂર્વ ડેપ્યૂટી સીએમ ઇશ્વરપ્પાએ અઝાનને લઈ લાઉડસ્પીકર વાપરવા માટે નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘શું અલ્લાહ બહેરો છો કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.’ ભાજપના નેતાની આવી ટિપ્પણીથી અઝાન પર વધુ એક વિવાદ ઊભો થયો છે. કર્ણાટકમાં હિજાબ અને અઝાનનો મુદ્દો ઓલરેડી હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે.
એક જનસભાને સંબોધન કરતી વેળા ભાજપના નેતા કેએસ ઇશ્વરપ્પાએ આ નિવેદન આપ્યું છે. ત્યારે આસપાસની મસ્જિદમાંથી અઝાનનો અવાજ આવતો હતો. તેને લઈને ઇશ્વરપ્પાએ કહ્યુ કે, ‘આ (અઝાન) મારા માટે માથાનો દુઃખાવો છે. હું ગમે ત્યાં જઉં ત્યાં મને એક જ સમસ્યા થાય છે.’ ઇશ્વરપ્પા આટલું કહેતા ન રોકાયા અને લોકોને સવાલ પૂછતા કહ્યુ કે, ‘શું અઝાન દરમિયાન લાઉડસ્પીકર વાપરે તો જ અલ્લાહ નમાઝ સાંભળે છે. આપણે હિંદુઓ પણ મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ, શ્લોક વાંચીએ છીએ અને ભજન ગાઈએ છીએ. તેમના કરતાં વધુ આસ્થા આપણે રાખીએ છીએ અને ભારત માતા દરેક ધર્મની રક્ષા કરે છે. તેની (લાઉડસ્પીકર)ની જરૂર નથી, આ મુદ્દાને ઝડપથી ઉકેલવો જોઈએ.’
બોલ્યાં- મોદીએ દરેક ધર્મનું સન્માન કરવાનું શીખવ્યું
ઇશ્વરપ્પાએ કહ્યુ હતુ કે, ‘આ વિવાદ ઝડપથી સમાપ્ત થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. પીએમ નરેન્દ્ર મોદીએ અમને તમામ ધર્મનું સન્માન કરવા માટેનું શીખવ્યું છે, પરંતુ પૂછવું જોઈએ કે, અલ્લાહ માત્ર ત્યારે જ સાંભળી શકે છે કે જ્યારે માઇક પર બૂમો પાડો છો? આ મુદ્દો ઝડપથી ઉકેલવો જોઈએ’
ઇશ્વરપ્પા હંમેશા વિવાદમાં રહે છે
કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી ઇશ્વરપ્પા અઝાનની ટિપ્પણી મામલે પહેલાં પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. આ પહેલાં તેમણે 18મી સદીમાં મૈસૂરના શાસક ટીપૂ સુલતાન પર પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઇશ્વરપ્પા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં પણ ફસાયેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર