જો તમે સ્વાદ કે સુગંધ નથી લઈ શકતા તો તરત કરાવો કોરોના ટેસ્ટ, હોઈ શકો છો સંક્રમિત

News18 Gujarati
Updated: June 13, 2020, 5:22 PM IST
જો તમે સ્વાદ કે સુગંધ નથી લઈ શકતા તો તરત કરાવો કોરોના ટેસ્ટ, હોઈ શકો છો સંક્રમિત
જો તમે સ્વાદ કે સુગંધ નથી લઈ શકતા તો તરત કરાવો કોરોના ટેસ્ટ, હોઈ શકો છો સંક્રમિત

સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતને કોરોનાના લક્ષણોમાં જોડી દીધી

  • Share this:
નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ મહામારીના લક્ષણોની યાદીમાં સુંઘવાની ક્ષમતા ગુમાવી દેવી (એનોસ્મિયા) કે સ્વાદની ખબર ન પડવી (એગ્યૂસિયા)તેને પણ એડ કર્યું છે. ગત રવિવારે કોવિડ-19 પર થયેલી રાષ્ટ્રીય કાર્ય બળની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી પણ તે સમયે તેના પર સર્વસંમતિ બની શકી ન હતી. હવે આજે મંત્રાલયે આ બાબતને કોરોનાના લક્ષણોમાં જોડી દીધી છે.

અમેરિકાના રાષ્ટ્રીય જન સ્વાસ્થ્ય સંસ્થાન, રોગ નિયંત્રણ અને બચાવ કેન્દ્ર (સીડીસી)એ મે ની શરૂઆતમાં કોવિડ-19ના લક્ષણોમાં સુંઘવા કે સ્વાદ લેવાની શક્તિને ગુમાવવાને પણ સામેલ કર્યું હતું. કોવિડ-19 માટે આઈસીએમઆરની 18 મે ના રોજ જાહેર સંશોધિત તપાસ રણનીતિ પ્રમાણે ઇંફ્લુએલા જેવી બીમારીના લક્ષણો સાથે અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓમાં આવા લક્ષણો નજર આવ્યા પછી સાત દિવસની અંદર-અંદર તપાસ કરવી પડશે.

આ પણ વાંચો - અમદાવાદ : તબીબોની ટીમ કોરોનાગ્રસ્ત દર્દીઓને આપે છે મ્યુઝિકલ થેરાપી

આઈસીએમઆરે કહ્યું હતું કે હોસ્પિટલમાં ભરતી દર્દી અને કોવિડ-19ને અટકાવવા માટે અગ્રીમ મોરચા પર કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં આઈએલઆઈ જેવા લક્ષણ વિકસિત થવા પર તેમની પણ આરટી-પીસીઆર તપાસ દ્વારા કોવિડ-19ની તપાસ થશે. સાથે કહ્યું છે કે કોઈપણ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવનાર એવા લોકો જેનામાં લક્ષણ જોવા મળતા નથી અને ઉચ્ચ જોખમવાળા લોકોના સંપર્કમાં આવ્યા પછી પાંચથી 10 દિવસની અંદર એક વખત તપાસ કરાવવી જ પડશે.

આ પણ વાંચો - નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિકનો દાવો, Corona ફેલાવવાનું મુખ્ય કારણ હોઈ શકે છે હવા
First published: June 13, 2020, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading