ન્યૂઝ 18 ગુજરાતી: સતરમી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, આગામી 11મી એપ્રીલથી લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ જશે. 23મી મેના રોજ દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે તે જાહેર થઈ જશે, આ સ્થિતિમાં એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને દેશની રાજકીય નસ જાણવાનો પ્રયાસ કર્યો છે.
આ સરવે મુજબ, સત્તાધારી એનડીએ ગઠબંધનથી બહુમતથી જરા પાછળ રહેશે જ્યારે યુપીએ ગત વખત કરતાં વધારે સારુ પ્રદર્શન કરશે અને 141 બેઠકો મેળવી શકે છે. આ સરવે મુજબ, આ વર્ષે સરકારની ભાગીદારીમાં ક્ષેત્રીય દળોની સંખ્યા વધશે અને તે કિંગ મેકર બનશે.
આ સરવે મુજબ, એનડીએને 264 અને યુપીએને 141 બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે આ સરવે મુજબ અન્ય દળોને 138 બેઠકો મળશે જેનો સીધો અર્થ એ છે કે કોઈ પણ દળને બહુમતી નહીં મળે. એનડીએમાં ભાજપને 220 જેટલી બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 86 બેઠકો મળવાની સંભાવના છે.
વોટ શેરની ચર્ચા કરીએ તો 543 બેઠકોમાંથી એનડીએને યુપીએથી માત્ર 10 ટકા વોટ વધારે મળશે. સરવેમાં એનડીએને 41 ટકા અને યુપીએને 31 ટકા વોટ શેર મળશે જ્યારે અન્ય પક્ષોને 28 ટકા વોટ શેર મળશે.
UP, બિહાર અને પશ્ચિમ બંગાળ આ સરવે મુજબ, યુપીએને ઉત્તર પ્રદેશમાં આજે ચૂંટણી થાય તો 4 બેઠકો મળશે જ્યારે એનડીએને 29 બેઠકો મળશે. જ્યારે અખિલેશ, માયાવતીના ગઠબંધનને 47 બેઠકો મળશે. બિહારની 40 બેઠકોમાંથી એનડીએને 36 અને આરજેડીને 4 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે તૃણમુલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં 34 અને ભાજપને 8 બેઠકો મળવાનું અનમાન છે.
દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, આંધ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં 129 બેઠકો છે જેમાં એનડીએને 21 યુપીએને 63 અને અન્યોને 45 બેઠકો મળવાની શક્યતા છે. જયારે પૂર્વોત્તરમાં આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં એનડીએની જીત થશે 25માંથી એનડીએ 13 અને યુપીએને 10 બેઠકો મળી શકે છે.
દિલ્હીમાં એનડીએને લીડ આ વર્ષે પણ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે કપરા ચઢાણો છે, આમ આદમી પાર્ટીને દિલ્હીમાં એક પણ બેઠક નહીં મળે. ગત અઠવાડિયા સી વોટર દ્વારા થયેલા આ સરવેમાં 543 બેઠકો પર 50,000થી વધારે લોકોનો મત જાણવાનો પ્રયાસ કરાયો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર