Home /News /national-international /

Looteri Dulhan: 1 છોકરીએ 6 છોકરાઓ સાથે કર્યા લગ્ન, પછી તમામને કર્યા બરબાદ

Looteri Dulhan: 1 છોકરીએ 6 છોકરાઓ સાથે કર્યા લગ્ન, પછી તમામને કર્યા બરબાદ

પીડિત પતિની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Robbery bride: પીડિતે કહ્યું કે આ લોકો એક ગ્રુપ બનાવીને લગ્ન કરાવવાના નામે લોકોને છેતરે છે

પાણીપત : હરિયાણાના (Haryana)પાણીપત (Panipat)જિલ્લામાં લૂંટેરી દૂલ્હન (Looteri Dulhan)નો છઠ્ઠો પતિ પણ પોલીસ સામે આવ્યો છે. તેણે દાવો કર્યો છે કે લૂંટેરી દૂલ્હન અંજુ સાથે તેના પણ લગ્ન (Marriage) થયા હતા. વચેટિયાએ 2 લાખ રૂપિયા લઈને આ લગ્ન કરાવ્યા હતા. પાણીપતમાં લૂંટેરી દૂલ્હન અંજુ સામે પહેલેથી ત્રણ કેસ નોંધાયેલા છે. હવે પાણીપતની આ દૂલ્હનનો છઠ્ઠો પતિ પણ સામે આવ્યો છે. જેની ફરિયાદ પરથી સામલખા પોલીસ સ્ટેશને હાલ ગુનો નોંધાયો છે. પીડિત પતિની ફરિયાદના આધારે લૂંટેરી દૂલ્હન સહિત ત્રણ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સામલખા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં ગૌરવ કિવાણાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેના લગ્ન 13 જાન્યુઆરી, 2022ના દિવસે દુર્ગા કોલોની સેક્ટર 6 કરનાલમાં રહેતી અંજુ (35) સાથે થયા હતા. તેના લગ્ન બિજેન્દ્ર સિંહે (ગામ રાજપુર, જીલ્લા સોનીપત) મારી પાસેથી 2 લાખ રૂપિયા લઈને કરાવ્યા હતા. અમિત તેને, તેની બહેન અને જીજાને બાલા નિવાસી, ગલી નંબર 1 શિવ કોલોની, કરનાલના ઘરે લઈ ગયો અને તેના લગ્ન અંજુ સાથે કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ 20 જાન્યુઆરીએ અંજુ તેના સાસરેથી કરનાલ સ્થિત તેના ઘરે ગઈ હતી. આ પછી તેણે ગૌરવ સાથે સાસરે જવાની ના પાડી હતી.

આ પણ વાંચો - ચાલું બસમાં બીયર પિતા સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ, તપાસના આદેશ આપવામાં આવ્યા

ગૌરવ કહે છે કે લગ્નમાં તેમણે એક ચાંદીની ચુટકી, ઝાંઝરી અને સોનાની નથ આપી હતી. આ વસ્તુઓ પણ અંજુ પોતાની સાથે લઈ ગઈ હતી. ગૌરવની વારંવાર વિનંતી કરવા છતાં તે પાછી ન આવી. ગૌરવ કહે છે કે હવે તેને ખબર પડી કે અંજુએ તેની સાથે લગ્ન કર્યા પછી બીજા બે લગ્ન પણ કર્યા છે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ ગામ નૌલથા નિવાસી રાજેન્દ્ર સાથે લગ્ન થયા હતા. અંજુ મેરેજ એજન્ટ બિજેન્દ્ર સિંહ, મેરેજ એજન્ટ બાલા અને તેમના સહયોગીઓએ તેની સાથે કાવતરું ઘડ્યું હતું. તેણે તેની અને અન્યો સાથે છેતરપિંડી કરીને વારંવાર લગ્ન કર્યા હતા. તેની પાસેથી પણ લગ્નના નામે પૈસા પડાવવામાં આવ્યા હતા.

આ લોકો સાથે થયા લૂંટેરી દૂલ્હનના લગ્ન

લૂંટેરી દૂલ્હનનો શિકાર બનેલા નૌલથાના રહેવાસી રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અંજુના પહેલા લગ્ન ખેડી કરમ શામલી રહેવાસી સતીશ સાથે થયા હતા. તેને એક બાળક પણ છે. બીજા લગ્ન 1 જાન્યુઆરીએ રાજસ્થાનમાં થયા હતા, જે અંજુએ આધાર કાર્ડમાં પિતાનું નામ બદલીને કર્યા હતા. ત્રીજા લગ્ન 15 ફેબ્રુઆરીએ સુનીલ બુટાના સાથે થયા હતા. ચોથા લગ્ન 21 ફેબ્રુઆરીના રોજ નૌલથા નિવાસી રાજેન્દ્ર સાથે અને પાંચમા લગ્ન કુટાણા નિવાસી ગૌરવ સાથે થયા હતા. પીડિતે કહ્યું કે આ લોકો એક ગ્રુપ બનાવીને લગ્ન કરાવવાના નામે લોકોને છેતરે છે. સામખા પોલીસે આ બાબતની ગંભીરતાથી લીધી છે.
First published:

Tags: Haryana Crime, Looteri Dulhan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन