Home /News /national-international /

Looteri Dulhan: લગ્નના 20 દિવસ પછી અમદાવાદની લૂટેરી દૂલ્હન 5 લાખ રૂપિયા અને 50 તોલા ચાંદીના ઘરેણા લઈ ફરાર

Looteri Dulhan: લગ્નના 20 દિવસ પછી અમદાવાદની લૂટેરી દૂલ્હન 5 લાખ રૂપિયા અને 50 તોલા ચાંદીના ઘરેણા લઈ ફરાર

ભીમડા નિવાસી મેહારામ જાટના ગત વર્ષે 24 નવેમ્બરે અમદાવાદ નિવાસી મમતા સાથે લગ્ન થયા હતા

Looteri Dulhan News - . ફરાર થયેલી દૂલ્હન પહેલાથી પરિણીત છે અને તેને એક પુત્રી પણ છે

    બાડમેર : રાજસ્થાનના (rajasthan)બાડમેર (Barmer)જિલ્લામાં લૂટેરી દુલ્હન અને તેમના દલાલોએ પોતાની જાળ બિસાવી રાખી છે. બાડમેર જિલ્લામાં ફરી એકવાર લુટેરી દૂલ્હને (Looteri Dulhan)પોતાની ગેંગના સભ્યોની સાથે મળીને એક પરિવારને નિશાન બનાવ્યો છે. ગુજરાતની (Gujarat)લૂટેરી દૂલ્હન 20 દિવસો સુધી પોતાના પતિ સાથે રહીને લાખોના ઘરેણાં અને સોના ચાંદીના આભૂષણો લઇને ફરાર થઇ ગઈ છે. ફરાર થયેલી દૂલ્હન પહેલાથી પરિણીત છે અને તેને એક પુત્રી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. જોકે હજુ સુધી લૂટેરી દૂલ્હન અને દલાલોની કોઇ સાબિતી હાથ લાગી નથી.

    પોલીસના મતે ભીમડા નિવાસી મેહારામ જાટના ગત વર્ષે 24 નવેમ્બરે અમદાવાદ નિવાસી મમતા સાથે લગ્ન થયા હતા. બાડમેર જિલ્લાના કોસરિયા નિવાસી જોગારામે લગ્ન કરાવવા માટે મેહારામ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના 20 દિવસ પછી મેહારામ મજૂરી માટે ગયો હતો. જોકે જ્યારે પાછો ફર્યો તો તેની પત્ની મમતા ઘરે ન હતી.

    આ પણ વાંચો - કઝાકિસ્તાનની તાનિયાને થયો પંકજ સાથે પ્રેમ, વહૂ બનીને આવી ભારત, આવી છે બન્નેની Love Story

    મમતાએ કહ્યું -મારા તો પહેલાથી લગ્ન થયેલા છે

    તેણે મમતાને વાત કરી તો તેણે કહ્યું કે મારા લગ્ન તો પહેલાથી જ થઇ ગયેલા છે અને મારે એક બાળકી પણ છે. આ સાંભળી મેહારામના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ પછી પીડિત મેહારામે પોલીસ અધિક્ષક સામે જઇને પોતાની આપવીતી સંભળાવી હતી. પોલીસ અધિક્ષકે ત્વરિત કાર્યવાહી કરતા પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ કર્યો હતો. મેહારામે દૂલ્હન મમતા, દલાલ જોગારામ અને અમદાવાદ નિવાસી અન્ય 2 લોકો સામે કેસ નોંધાવ્યો છે.

    આ પણ વાંચો - Assembly Elections 2022: ઉત્તર પ્રદેશમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

    5 લાખ રૂપિયા અને 50 તોલા ચાંદીના ઘરેણા લઈ ગઈ

    પીડિત મેહારામને મતે લૂટેરી દૂલ્હન 5 લાખ રૂપિયા, 50 તોલા ચાંદીના ઘરેણા અને 2 તોલા સોનાની ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. દલાલ જોગારામે નકલી દસ્તાવેજ તૈયાર કરીને ધોખાઘડીથી લગ્ન કરાવ્યા છે. પોલીસે કેસની તપાસ કરી રહી છે.

    બાડમેરમાં પહેલા પણ આવી ચૂક્યા છે આવા કેસ

    બાડમેરમાં આ પહેલા પણ લૂટેરી દૂલ્હનના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં લૂટેરી દુલ્હન અને તેમના દલાલોએ પોતાની જાળ બિસાવી રાખી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Looteri Dulhan, Rajasthan news

    આગામી સમાચાર