Home /News /national-international /સુહાગરાતે વરરાજા રાહ જોતો રહ્યો અને દુલ્હન દાગીના અને રોકડ લઈ ભાઈ સાથે ફરાર

સુહાગરાતે વરરાજા રાહ જોતો રહ્યો અને દુલ્હન દાગીના અને રોકડ લઈ ભાઈ સાથે ફરાર

વિધર્મી સાથે લગ્ન કરવા યુવતીએ નામ બદલ્યું

Crime News - સુહાગરાત પર વરને એવી રીતે છેતર્યો કે તે આખી જીંદગી ભૂલી શકશે નહીં

પટના : બિહાર (Bihari)ના મોતિહારી (Motihari)માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુલ્હનના કારણે બધાને ધ્રાસકો લાગ્યો છે. દુલ્હને (Bride)સુહાગરાત પર વરને એવી રીતે છેતર્યો કે તે આખી જીંદગી ભૂલી શકશે નહીં. સુહાગરાત પહેલા દુલ્હન લાખોની રોકડ અને ઘરેણાં લઈને ઘરેથી ભાગી ગઈ છે. દુલ્હનની આ હરકત અંગે ઘરના લોકોને અંદાજ પણ ન હતો. પીડિતના પરિવારનું કહેવું છે કે દુલ્હન તેના ભાઈ સાથે 4 લાખ રૂપિયાના દાગીના અને 1.50 લાખ રોકડા લઈને બાઇક પર ફરાર થઈ ગઈ હતી.

પકડીદયાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનૌજી પંચાયતના હરનાથપુર પરસૌનીમાં આનંદ કુમારના લગ્ન ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના પરસા રહેવાસી મુન્ની કુમારી સાથે 9 મેના રોજ હિંદુ વિધિ મુજબ થયા હતા. આ અંગે આનંદ કુમારે પકડીદયાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જણાવ્યું કે, કન્યાને વિદાય કર્યા બાદ તેના સાસરિયાં તેના પતિ આનંદ કુમાર સાથે ઘરે આવ્યા હતા અને તે જ રાત્રે 11 વાગે કન્યાનો ભાઈ કૃષ્ણ સાહ તેના બે મિત્રો સાથે તેની બહેનના ઘરે આવ્યો હતો.

આ પણ વાંચો - પત્નીએ રંગીન મિજાજી પોલીસ કોન્સ્ટેબલની આવી રીતે ખુલી પોલ, થઇ જોવા જેવી

ઘરના લોકો કૃષ્ણ સાહની મેલી મુરાદથી અજાણ હતા. તેથી વરરાજા અને તેના સમગ્ર પરિવારે કૃષ્ણા સાહ અને તેની સાથે આવેલા તેના મિત્રોનો ખૂબ આદર સત્કાર કર્યો હતો. પરિવારે તેમને સૂવા માટે અલગ રૂમમાં વ્યવસ્થા પણ કરી આપી હતી. આ દરમિયાન રાત્રે તક જોઈને દુલ્હન મુન્ની કુમારી તેના ભાઈ ક્રિષ્ના શાહ સાથે ઘરમાંથી દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી.

પીડિત વરરાજાએ પોતાનું નિવેદન આપતા પોલીસને જણાવ્યું કે, મોડી રાત્રે તેણે મોટરસાઈકલનો અવાજ સાંભળ્યો હતો. તે અવાજના કારણે ઉંધમાંથી જાગી ગયો હતો. ત્યારે તેણે ઉભા થઈને જોયું કે, તેની પત્ની મુન્ની અને તેનો ભાઈ કૃષ્ણ ઘરે નથી અને ઘરમાથી કેટલોક કિંમતી સામાન પણ ગાયબ છે. દહેજમાં જે નવું બાઇક મળ્યું હતું તે પણ ત્યાં ન હતું. પીડિત આનંદ કુમારનું કહેવું છે કે, આ ઘટના બાદ તેના માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, તેથી હવે તે અને તેનો પરિવાર ન્યાય ઈચ્છે છે.
First published:

विज्ञापन