બિહાર: ધોળા દિવસે છ લૂંટારૂઓએ ધડાધડ ફાયરિંગ કરીને ચલાવી પાંચ કરોડની લૂંટ

ઘટના સીસીટીવીમાં કેદ.

લૂંટારુઓ રસ્તા પર ધડાધડ ફાયરિંગ કરીને સરળતાથી ભાગી ગયા, બીજેપીના ધારાસભ્ય સંજય સરાવગીના ઘરથી 200 મીટર દૂરના સ્થળે બન્યો બનાવ.

  • Share this:
    દરભંગા: બિહારમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Bihar) બરાબર હોવાના દાવાને પોકળ સાબિત કરતા બનાવો સમયાંતરે બનતા રહે છે. આ જ ક્રમમાં બિહારના દરભંગા (Darbhanga) ખાતે મોટી લૂંટ (Loot)નો બનાવ સામે આવ્યો છે. જેમાં પાંચ કરોડથી વધારેની સંપત્તિ લૂંટવામાં આવી છે. શહેરના બડા બજાર વિસ્તાર ખાતે વેપારી સુનીલ લાઠના શોરૂમ ખાતેથી 10 કિલોગ્રામ સોના (Gold Loot)ની લૂંટ ચલાવવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. લૂંટારુઓ રોકડ પણ લૂંટી ગયા છે.

    લૂંટના બનાવ બાદ આઈજી અજિતાભ કુમાર, એસએસપી બાબૂ રામ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ આખા વિસ્તારની નાકાબંધી કરી લેવામાં આવી છે. જોકે, લૂંટ કેટલી થઈ છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. એસપી બાબૂ રામે કહ્યુ કે, લૂંટની રકમ અને જ્વેલરીની ગણતરી કરવામાં આવી રહી છે. જોકે, જ્વેલરી શૉપ તરફથી જે માહિતી આપવામાં આવી છે તેમાં આ રકમ પાંચ કરોડ રૂપિયાથી વધારે કહેવામાં આવી છે.



    આ પણ વાંચો: 

    પ્રાપ્ત વિગત પ્રમાણે બડા બજાર સ્થિત અલંકાર જ્વેલર્સમાં બુધવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ છ જેટલા હથિયારધારી લૂંટારુ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુ રસ્તા પર ફાયરિંગ કરતાં કરતાં સરળતાથી નાસી ગયા હતા. આ ઘટના ભાજપના એક નેતાના ઘરની બિલકુલ 200 મીટર દૂરના સ્થળે બની છે.

    આ પણ જુઓ-

    દુકાન માલિક સંતોષ લાઠે કહ્યુ કે, ચોરી થયેલા માલની ગણતરી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ એસએસપી બાબૂ રામ અને સિટી એસપી અશોક પ્રસાદ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. એસએસપીએ લૂંટની ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, કેટલી લૂંટ થઈ છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. લૂંટારુ બહુ ઝડપથી પકડાઈ જશે. આ માટે પોલીસ સીસીટીવીની તપાસ કરી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: